ટંકારા પંથકમાં યમના બેસણા; બે અકસ્માતનાં બનાવમાં ચારના મોત

  • ટંકારા પંથકમાં યમના બેસણા; બે  અકસ્માતનાં બનાવમાં ચારના મોત
    ટંકારા પંથકમાં યમના બેસણા; બે અકસ્માતનાં બનાવમાં ચારના મોત
  • ટંકારા પંથકમાં યમના બેસણા; બે  અકસ્માતનાં બનાવમાં ચારના મોત
    ટંકારા પંથકમાં યમના બેસણા; બે અકસ્માતનાં બનાવમાં ચારના મોત

ટંકારા તા.10
ટંકારા તાલુકામાં દિપાવલી તથા બેસતા વર્ષના પરબના દિવસો રકત રંજીત બનેલ છે. બે દિવસના અકસ્માતમાં ચાર વ્યકિતના મોત નિપજેલ છે. કરૂણ બનાવથી ટંકારા તાલુકામાં ઘેરા શાકેની લાગણી ફેલાયેલ છે.
પ્રથમ બનાવમાં નેકનામ ગામ પાસે ફોર વ્હીકલ ચાલકે મોટર સાયકલને હડફેટે લેતા મોટર સાયકલ સ્વારનું સારવાર દરમ્યના મૃત્યુ થયેલ છે.
બનાવની વિગતમા ફરીયાદી મહેશ કોડીયા આદીવાસી રહેવાસી રીંગોલા, તા. ભાદરા, જિલ્લો અલીરાજપર મધ્યપ્રદેશનાએ આરોપી કાર ચાલક જી.ટી. 3 એલઈ 3268 વાળાએ તા. 7-11 19.30 કલાકે નેકનામ ગામ પાસે મોટર સાયકલ જજિ.ડી.અલે 6990 સાથે પોતાની કાર ભટકાવી મોટર સાયકલ સ્વાર કમલેશ તથા દિનેશને ગંભીર ઈજાઓ કરેલ.
અકસ્માતમાં દિનેભાઈનું સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ છે. મરણ પામનાર દિનેશભાઈ ફરિયાદીના શાળા થાય છે.
બીજો બનાવ બેસતા વર્ષનાં દિવસે તા. 8 સાંજના 5.15 કલાકે આસપાસ બનેલ છે.
અકસ્માત ઈકોબાર તથા મોટર સાયકલ વચ્ચ જોરદાર ટકકર થયેલ અકસ્માતમાં મોટર સાયકલ સવાર બંનેનું ઘટના સ્થળે જ તથા ઈકો માં બેઠેલા મુસાફરનું સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ છે.
રાજકોટ મોરબી હાઈવે રોડ બેસતા વર્ષે જ ગોઝારો બનેલ છે. બેસતા વર્ષનાં દિવસે જ ત્રણ વ્યકિત ભોગ બનેલ છે.
અકસ્માત થતા ઈકોકાર પલ્ટી મારી ગયેલ અને મોટર સાયકલ સવારો રોડ ઉપર જ ફેંકાય ગયેલ અને તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ
મરણ જનાર મોટર સાયકલ સ્વાર પરમાર મગનભાઈ કરશન ઉ.27 રહેવાસી મળીયા મોરબી પાસે ડેલ્ફી કારખાનામાં કામ કરતા હતા બીજો તેનો મિત્ર સતીષ રાધેશ્યામ પરમાર ઉ.23 મૃત્યુ પામેલ છે.
ઈકોકારમાં બેઠલા ઘાયલોને 108ના પાયલોટ સલીમભાઈ અબાણી દ્વારા ટંકારા ખાતે હોસ્પિટલમાં ખસેડાયેલ ત્યાં સારવાર દરમ્યાન રજબઅલી યુસુફઅલી ઉ.63નું મૃત્યુ થયેલ.
ઈજાગ્રસ્ત મુસ્તુફા રજબઅલી ઉ.48 સકીનાબેન મુસ્તુફા ઉ.38, જીંજર મુસ્તુફા ઉ.11ને સારવાર અપાયેલ.
અકસ્માતની જાણ થતા હરબટીયાળીના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડેલ ટંકારા પોલીસ પણ દોડી ગયેલ.
આ અંગેની ફરિયાદ કરશન જેઠાભાઈ પરમાર ઉ.62, લખધીરગઢ રોડ ડેલ્ફી કારખાનામાં મોરબી રહેવાસી માળીયા મીયાણો પોલીસમાં નોંધાવેલ છે.
તપાસ હે.કો.જે.કે.ઝાલા ચલાવે છે.