બેસતા વર્ષેજ આર્થિક ભીંસથી કંટાળી ખેડુતે કર્યો આપઘાત

રાજકોટ તા.9
રાજકોટના કુવાડવા તાલુકાના બેડલાં ગામે રહેતા અને ખેતીકામ કરતા કોળી યુવાને આર્થિક ભીંસથી કંટાળી નવા વર્ષની સાંજે જ પોતાની વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે
કુવાડવા તાબેના બેડલા ગામે રહેતાં ભરતભાઇ ચનાભાઇ રાઠોડ નામના 42 વર્ષીય કોળી યુવાને નવા વર્ષની સાંજે પોતાની વાડીએ ઓરડીમાં જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. સી. મોલીયા સહિતનો સ્ટાફ ઘટનસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.પ્રાથમિક તપાસમાં તેઓ ખેતીકામ કરતા હોવાનું અને આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. આ બનાવથી બે પુત્ર અને બે પુત્રી મળી ચાર સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી છે બે દીકરી પૈકી એક દીકરી સાસરે છે નવા વર્ષને દિવસે જ ઘરના મોભીના મોતથી કોળી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે