ભૂલી નહી શકાય ભાઈબીજ; બહેનની નજર સામે જ ડુબી જતા ભાઈનું મોત

પ્રભાસપાટણ તા.10
ભાઈબીજનાં સપરમાં દિવસે પ્રભાસના ત્રિવેણી સંગમમાં બહેન અને પરિવારની હાજરીમાં વ્હાલસોયા ભાઈનું નદીમાં ડુબી જતા મૃત્યુ નિપજયું હતુ.
પ્રભાસપાટણ સોમનાથમાં ત્રિવેણી સંગમમાં ભાઈ બીજના સપરમાં પર્વનાં દિવસે સોમનાથ ત્રિવેણી સંગમમાં પરિવાર અને બહેનની હાજરીમાં વ્હાલ સોયા ભાઈનું નદીમાં ડુબી જતા મૃત્યુ થયું હતુ.
વિગત એમ છે કે કચ્છ જિલ્લાનાં ભચાઉ તાલુકાના જંગી ગામનાં એક આહિર પરિવાર કુટુંબ સાથે સોમનાથના ત્રિવેણી સંગમ નદીમાં અસ્થિ વિસર્જન વીધી કરવા આવેલા જે વિધિ પૂર્ણ થયા બાદ પરિવારના ચાર સભ્યો નદીમાં સ્નાન કરી રહ્યા હાતા તેવામાં નદીની આગળની ઉંડાઈ વહેણમાં અચાનક જણાઈ ગયેલ હતી.
આ મૃતદેહને મોટાકોળી વાડાનાં યુવાનો દ્વારા શોધખોળ કરેલ હતી અને એક કલાકની જહેમત કરેલ હતી ત્યારે આ ત્રિવેણી સંગમમાં હોડી ચલાવતા મહેશગીરીનાભાઈ પ્રકાશગીરી 20 ફૂટ ઉંડા પાણીમાં ટુબકી મારી અને એક કલાકની જહેમત બાદ બલાભાઈ ડાંગરનો મૃતદેહ બહાર કાઢવામાં આવેલ આ ત્રિવેણી સંગમમાં હોડી ચલાવતા પ્રકાશ ગીરીના બાપ-દાદા 1931 હોડી ચલાવે છે. અને અનેક જીવતા અને મરેલા લોકોને ત્રિવેણી સંગમમાંથી કાઢેલા છે.
તેમજ આ કામગીરીમાં ગૌશાળાના સેવાભાવી યુવાનોએ પણ ખૂબજ મદદ કરેલ હતી આમ આ તમામ સેવાભાવી લોકોને કારણે ઉંડા પાણીમાંથી આ મૃતદેહને કાઢવામાં સફળતા મળેલ હતી.