પરંપરાની ઉણપ, મંદીની મોટી માર સાથે નવા વર્ષના વધામણા

  • પરંપરાની ઉણપ, મંદીની મોટી માર સાથે નવા વર્ષના વધામણા
    પરંપરાની ઉણપ, મંદીની મોટી માર સાથે નવા વર્ષના વધામણા
  • પરંપરાની ઉણપ, મંદીની મોટી માર સાથે નવા વર્ષના વધામણા
    પરંપરાની ઉણપ, મંદીની મોટી માર સાથે નવા વર્ષના વધામણા
  • પરંપરાની ઉણપ, મંદીની મોટી માર સાથે નવા વર્ષના વધામણા
    પરંપરાની ઉણપ, મંદીની મોટી માર સાથે નવા વર્ષના વધામણા

રાજકોટ તા.10
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં રોશનીના મહાપર્વ અને હિન્દુ શ્રધર્મન સૌથી મોટા તહેવાર ગણાતા દિવાળીની પર્વની હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામા આવી હતી આસોસુદ 11થી શરૂ થયેલા દિવાળીના સપરમા દિવસોમાં આમતો દેવ દિવાળીની ઉજવણી સાથે આ તહેવાર પરંપરાગત રીતે પૂર્ણ થતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ધાર્મિક અને પરંપરાગત રીતે ઉજવતા તહેવારના દિવસોનું મહત્વ ઘટી ગયું ચે. અને હવે લાભપાંચમ સુધીતો માંડ દિવાળીના તહેવારની ઉજવણી થતી જોવા મળે છે. તો તેવી જ રીતે શુભ અગિયારસથી શરૂ થતા આ મહાપર્વનો ચાર્મ હવે ધનતેરસથી શરૂ થઈ અને માત્ર ભાઈબીજ સુધી જ જોવા મળે છે.
ચાલુ વર્ષ પણ ધનતેરસથી જ જાણે દિવાળીના પર્વની ઉજવણી શરૂ થઈ હોય તેમ બજારોમાં ધન તેરસથી ભીડ જોવા મળી હતી. બાદમાં જંત્ર, મંત્ર, તંત્રના દિવસ કાળી ચૌદશે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હોય તો બાદમાં મહાપર્વ દિવાળીની પણ મહાલક્ષ્મી પૂજન ચોપડા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ઠેર ઠેર ફટાકડાનું ધુમ અને આંગણામાં આકર્ષક રંગોળી સાથે રોશનીના રંગીન પર્વની આકાશી આતશબાજીની ધણધણાટી સાથે જ ઉજવણી કરવામાં આવી હતી.
દિવાળીની રાતભર લોકોએ સુપ્રીમ કોર્ટના આદેશની ઐસીતૈસી કરી ફટાકડા ફોડવાનું ચાલુ રાખ્યું હતુ નાના એવા ચાદલીયા, ફૂલઝર,લવીંગીયા ટેટા, લક્ષ્મીછાપ, ચકલી છાપ ટેટા અને સુતળી બોંબની ધડાકા વચ્ચે ચાઈનીઝ સાતથી 36 ધડાકા અને રોકેટ, ઠેબા ચકકરડી, સુદર્શન ચક્ર, શંભુ સહિતની ફટાક્ડાની અવનવી વેરાયટીની ગુંજ અને ધુમધડાકા સાથે રાતભર આકાશમાં આતશબાજીનો રંગીન નજારો સર્જાતા આકાશમાં અવનવી રંગોળી સર્જાતી હોઈ અબાલ વૃધ્ધોએ આ નજારો માણ્યો હતો.
દિવાળીની ઉજવણી સાથે જ બીજો દિવસ એટલે વિક્રમ સંવત 2074ને વિદાય અને વિક્રમ સંવત 2075નું સૂર્યોદય સાથે જ આગમન થયું હતુ હિન્દુ શાસ્ત્ર મુજબ વિક્રમ સંવત 2075ની પરોઢ સાથે હિન્દુઓના નવા વર્ષનો પ્રારંભ થયો હતો. સાથે જ વહેલી સવારે ઉઠીને નાહી તૈયાર થઈ અબાલ વૃધ્ધો પોત પોતાના વડીલો સગા, સંબંધીઓ સ્નેહીજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા અને નવા વર્ષના વડીલો પાસે શુભાશિર્ષ મેળવવા નીકળી પડયા હતા.
સંબંધીઓના ઘરે તહેવાર ઉજવવા જવા વાળામાં વધારો નોંધાયો હતો. જોકે હજી પણ હરિદ્વાર, રામેશ્ર્વર, મહાકાલેશ્ર્વર જેવા ધાર્મિક સ્થળો તેમજ મુંબઈ, સાપુતારા, ગોવા, મહાબળેશ્ર્વર, કેરળ, સિમલા કુલુ મનાલી જેવા જોવા લાયક સ્થળોનો ક્રેજ લોકોમાં જળવાઈ રહ્યો હતો.
નાના મોટા ધંધાર્થીઓ માટે છેલ્લા બે દિવસ ઘરાકી નીકળતા રાહતજોવા મળી હતી બાદમાં શુક, શન્રિ, રવી એમ ત્રણ દિવસ રજાનો માહોલ હોવાથી મોટાભાગે બજારો પણ ખૂલી ન હતી અને લાભ પાંચમને સોમવારથી નાના મોટા ધંધાર્થીઓ પોત પોતાના રોજગાર શરૂ કરશે તેવુ હાલમાં દેખાઈ રહ્યું છે.
આખો દિવસ સમયવાર કરી પોતાના શુભ ચિંતકોની મુલાકાત લઈ શુભેચ્છઓની આપલે કરી બીજા દિવસે ભાઈ બહેનના પ્રેમના પ્રતિક એવા પર્વ ભાઈ બીજની ઉજવણી કરી હતી. ગામે ગામ નગરો શહેરો, મહાનગરોમાં ભાઈબેન પોત પોતાના બહેનના ઘરે જમવા ગયા હતા અને બહેનને ત્યાં ભોજનલઈ પોતાની બહેનની શુભકામના સાથે આશિર્વાદ પાઠવ્યા હતા.
તેવામાં ચાલુ વર્ષ ગૂરૂ અને શુક્રવાર બેસતુ વર્ષ અને ભાઈબીજ આવવાની સાથે બીજો શનિવાર અને રવિવાર બુધવારથી પાંચ દિવસ સુધી સરકારી કચેરીઓમાં રજા આવતા લોકો પાંચ દિવસનુંમીની વેકેશન માણવા નીકળી પડયા હતા જોકે ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાંથી વિદેશ ફરવા જવાનો ક્રેઝ ઓછા હતો પરંતુ નજીકના સ્થળે કે સગા દિવાળીના સપરમાં તહેવારોની પૂર્ણાંહુતિ સાથે જ વિક્રમ સંવત 2075ની આગમનને વધાવવા સમગ્ર સૌરાષ્ટ્ર નાના મોટા દેવ મંદિરોમાં અન્નકુટ મનોરથ દર્શન સહિતની ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા તો વિવિધ સમાજ સંસ્થાઓમાં નવા વર્ષના પ્રારંભથી સ્નેહમિલનનાં કાર્યક્રમો યોજાવાની શરૂ થયા હતા. વિવિધ સમાજ સંસ્થાઓમાં સ્નેહ મિલન સાથે પોત પોતાની જ્ઞાતી સમાજના તેજસ્વી છાત્રો, સમાજમાં વિશિષ્ટ પ્રદાન કરનારા દાતાઓ, આગેવાનો તથા હોદેદારોનો સન્માન સમારોહ અને મહાપ્રસાદ જોવા કાર્યક્રમોપણ યોજાયા હતા. .ભગવાનને 56 ભોગ અન્નકુટ ધરી નવા વર્ષને સુખરૂપ બનાવવા ભાવિકોનો મનોરથ ભારત જેવા તહેવારો, ઉત્સવો, પર્વોના ગણાતા દેશમાં દિપાવલીએ વિક્રમ સવંતનો અંતિમ દિવસ ગણાય છે. બાદમાં કારતકસુદ એકમ સાથે હિન્દુ ધર્મના નવા વર્ષનો પ્રારંભ થાય છે. આ દિવસે સમગ્ર હિન્દુ સમાજના અબાલ વૃધ્ધો એક બીજાને મીઠા મોઢા કરાવવાની સાથે નવુ વર્ષ સહુને સુખરૂપ નિવડે તેવી શુભકામના પાઠવતા જોવા મળે છે. તોમાનવીને બદલે ભગવાનને આ દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે 56 ભોગ સાથે અન્નકૂટ ધરવામાં આવે છે. સાથે ભગવાનના અન્નકોટમાં ધરાયેલા 56 પ્રકારના ભોગ જેટલા જ સુખ ભાવિકોના જીવનમાં આવે તેવી શુભકામનાઓ પણ 56 ભોગ મનોરથ દ્વારા માંગવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ, ગોંડલમાં યોગીધામ અને રાજકોટમાં અક્ષરમંદિરે ભગવાનને નવા વર્ષના પ્રારંભે અન્નકુટ ધરાવાયો હતો.
તસ્વીર: રાજેશ ઠકરાર, જીતેન્દ્ર આચાર્ય, પ્રવિણ સેદાણી