ભાવનગર નજીક છકડો પલ્ટી જતા બેના મોત


ગંભીર અકસ્માતમાં પાંચ ઘાયલ
ભાવનગર તા.10
ભાવનગર નજીક છકડો પલ્ટી ખાઇ જતાં બેના મોત નિપજયાં છે. જયારે પાંચને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયેલ છે.
અકસ્મ્ાતની મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં ડળીયા-રાળગોકા ગામ વચ્ચે પુરઝડપે જઇ રહેલ ટેમ્પો પલ્ટી ખાઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પામાં બેેઠેલા ગૌરીબેન વેલજીભાઇ રાઠોડ (ઉ.વ.પ0) (રહે રંગપુર અમરેલી) તથા રસીકભાઇ નાનજીભાઇ સોલંકી (ઉ.વ.40) રહે રંગપુર નું ગંભીર ઇજા થવાથી મોત નિપજયું હતું. જયારે પ્રવિણભાઇ સોલંકી, વિપુલભાઇ પ્રવિણભાઇ, મધુભાઇ રસીકભાઇ, અને પ્રવીણભાઇ સુરેશભાઇ ને નાની મોટી ઇજા થતાં સારવાર માટે 108 ઇમરજન્સી દ્વારા ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયેલ છે. આ બનાવ અંગે તળાજા પોલીસ વધુ તપાસ હાથ ચલાવી રહી છે.