ભાવનગરમાં વેપારીને ત્યાં બે લાખની ઘરફોડી


નવા વર્ષની બોણી સાથે પોલીસને પડકાર ફેંકતા તસ્કરો
ભાવનગર તા.10
ભાવનગર શહેરમાં વિજપર વિસ્તારમાં રહેતા વેપારીનાં બંધ મકાને નિશાન બનાવી તસ્ક્રો રૂા. બે લાખની મતાની ચોરી કરી નવા વર્ષની બોણી કરી હતી.
ભાવનગર શહેરમાં વર્ષના પહેલા જ દિવસે જ તસ્કરોએ ચોરીક રી નવા વર્ષનું મુર્હૂત કયું હતુ. મળતી વિગતો મુજબ શહેરનાં વિસ્તારમાં આવેલ આર્ટસ સોસાયટીમાં રહેતા અને ઈટનો વેપાર કરતા કિર્તીભાઈ વલ્લભભાઈ કૂહાડીયા તેમના પરિવાર સાથે બહાર ગામ ગયા હતા.
ત્યારે તસ્ક્રોએ બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશી કબાટમાથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂા.15 હજાર મળી કુલ રૂા. 197000ની મતાની ચોરી કરી નાસી છૂટયા હતા.આ અંગે ડી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની તપાસ પો.સ.ઈ. સુમરા ચલાવી રહ્યા છે.