બાવડીદરમાં પિતા-પુત્ર સહિત ચાર શખ્સોએ બે પાડીને વેતરી નાંખી

જામનગર તા.10
જામજોધપુર બાવડીદરમાં પિતા પુત્ર સહિતના ચાર શખ્સોએ કુહાડા વડે પ્રહાર કરી બે પાડીને મારી નાખી હતી. પોતાની વાડીમાં ચરીયાળ કરવા આવતા આ બનાવ બનવા પામ્યો હતો.
જામજોધપુરનાં બાવડીદર ગામના લાખાભાઈ ઝખરાભાઈ વિંજાણીની માલીકીની બે પાડી પુંજાભાઈ ભોજાભાઈની વાડીમાં ચરીયાળ કરવા જતા ઉશ્કેરાયેલા પૂંજાભાઈ તેના બે પુત્રો મુકેશ અને ગોગન તથા ગીગાભાઈ નાથાભાઈએ કુહાડી વડે હુમલો કરી બંને પાડીને મારી નાખી હતી. આ અંગે લાખાભાઈ વિંજાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
છ જુગારી ઝબ્બે
જામનગરમાં ધેરા, માતાની બારી પાસે જાહેરમાં ઘોડીપાસાથી જુગાર રમી રહેલા બીપીન રાવલ રાજાભા ગીગુભા જાડેજા વગેરે છ શખ્સોને રૂા.23200ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જુગાર રમતા સાત ઝડપાયા
જામનગરમાં બેડી મહાકાળી સર્કલ માર્ગ જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા રાજેશ કુશવાહા, કલ્પેશ કુશવાહા, વગેરે સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને તેમના કબ્જામાંથી રૂા. 9270ની રોકડ રકમ કબ્જે કરી હતી.