જામનગરમાં પૈસાના પ્રશ્ર્ને પાનના ધંધાર્થી અને ગ્રાહક વચ્ચે બઘડાટી


છ શખ્સોએ ઢીકાપાટુનો મારમાર્યાની ફરિયાદ
જામનગર તા.10
જામનગરમા ગઈકાલે ગોદડીયાવાસ વિસ્તારમાં પાનની દુકાન સંચાલક અને ગ્રાહક વચ્ચે માથાકૂટ થતા સામસામી મારામારી થઈ હતી.
જામનગરનાં ગોદડીયા વાસમાં પાનની દુકાને એક યુવાન માવો ખાવા ગયો હતો ત્યારે દુકાનદારે પહલે પૈસા આપવા જણાવતા બોલાચાલી થઈ હતી. આથી આનંદ સુરેશભાઈ અને તેની સાથેનાં દિલુભાઈ નામના બંને ગ્રાહકોને પાનની દુકાનવાળા હેમતભાઈ, તેનો દિકરો વગેરે છ શખ્સોએ સોડા બોટલથી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો.
આ અંગે મીનાબેન કમલેશભાઈ ચોરાસીએ પોતાના જેઠનાં દિકરા આનંદ સહિત બેને મારમારવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તો સામા પક્ષે હર્ષાબેન ભગવાનજીભાઈ નાખવાએ પણ કુણાલને ઢીકાપાટુનો મારમાર્યો હતો.
આથી હર્ષાબેન વચ્ચે છોડાવવા ગયા હતા. ત્યારે આરોપીઓએ તેમને છૂટા પથ્થરનાં ઘા મારી ઈજા પહોચાડી હતી તેવી વળતી ફરિયાદ નોંધાવી હતી.
જેમાં આરોપી તરીકે આનંદ સુરજભાઈ, કમલેશ કાનાભાઈ વગેરે છના નામો આપવામા આવ્યા છે.