જામનગરમાં ફટાકડા ફોડવામાં ડખ્ખો, બે યુવાનોએ બેને છરી ઝીંકી દીધી


સેતાવડ ગરબી ચોકમાં નવાવર્ષનાં પ્રારંભે જ માથાકૂટ
જામનગર તા.10
જામનગરમાં નવા વર્ષના પ્રભાતે ફટાકડા ફોડવા બાબતે સેતાવડમાં ડખ્ખો થયો હતો જેમાં બે આરોપીઓએ છરી વડે બે યુવાન ઉપર હુમલો કર્યો હતો.
સેતાવડ ગરમી ચોકમાં તા. 8-11ના સવારે પાંચેક વાગ્યે ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ફટાકડા ફોડતા હતા. ત્યારે અનિરૂધ્ધસિંહ ખોડુભા જાડેજા એ પોતાના ઘર પાસે કેમ ફટાકડા ફશેડે છે. તેમ કહેતા બંને વચ્ચે ઝઘડો થયોહતો.
આથી ઉશ્કેરાયેલા અનિરૂધ્ધસિંહએ છરી વડે ધમેન્દ્રસિંહ ઉપર પ્રહાર કયો હતો. આ સમયે યુવરાજસિંહ વચ્ચે છોડાવવા જતા તેને પણ છરીનોઘા ઝીંકી દેવામાં આવ્યોહતો.
આથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.આ સમયે આરોપી અનિરૂધ્ધસિંહ અને રવિ ગીરીશભાઈ પંડયા હોસ્પિટલ પણ પહોચ્યા હતા અને જો ફરિયાદ કરશો તો બંનેને મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.