અદાણીના કોલ માઇન પ્રોજેક્ટને ઓસ્ટ્રેલિયન સરકાર તરફથી પર્યાવરણને લગતી તમામ મંજૂરી મળી

  • અદાણીના કોલ માઇન પ્રોજેક્ટને ઓસ્ટ્રેલિયન સરકાર તરફથી પર્યાવરણને લગતી તમામ મંજૂરી મળી

  • કંપની માટે કોલ માઇન પ્રોજેક્ટ આગળ વધારવાનો રસ્તો ખુલ્લો થયો
  • ઑસ્ટ્રેલિયામાં અદાણીના પ્રોજેક્ટને લઇ ને ભારે વિરોધ ચાલી રહ્યો છે
અમદાવાદ: ઓસ્ટ્રેલિયામાં ભારે વિરોધનો સામનો કરી રહેલા અદાણી ગ્રુપ માટે આજે એક રાહતના સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની ફેડરલ સરકારે તેની થર્મલ કોલ માઇન માટેના ગ્રાઉંડ વોટર અને રેલ્વે ઇનફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ કંપનીને પર્યાવરણને લગતા ક્લિયરન્સ પણ મળી ગયા છે. આમ થવાથી અદાણી માટે ઓસ્ટ્રેલિયામાં પોતાનો કોલ માઇન પ્રોજેકટ આગળ વધારવા માટેનો રસ્તો સાફ થયો છે. ત્યાના પર્યાવરણ મંત્રી મેલેસા પ્રાઇસે એક સ્ટેટમેંટમાં જણાવ્યુ કે સરકારે આ પ્રોજેક્ટ્સ માટે સ્વતંત્ર રીતે મૂલ્યાંકન કરાવ્યુ હતું અને આ પ્રોજેકટ તમામ પ્રકારની વૈજ્ઞાનિક જરૂરિયાતો પૂરી કરે છે તેથી તેને મંજૂરી આપવામાં આવી છે.