તળાજા નાગરીક બેંક તોડવાનું કાવતરુ કર્મિની સતર્કતાથી નિષ્ફળ

ભાવનગર તા.10
હાદસો કા શહેર તળાજામાં પ્રથમવાર નાગરિક બેન્કની તીઝોરી તોડી લાખો કરોડો રૂપિયાની તસ્કરી અથવાતો લુંટ કહી શકાય તેવી મોટી ઘટના ઘટે નવા વર્ષની રાત્રે તેપહેલા જ બેન્ક કર્મચારીની સતર્કતા ના કારણે અટકી ગઇ છે. આ ઘટનાનાપગલે તળાજા માં ચકચાર જાગી છે. બનાવને લઇ ચોરીના નિષ્ફળ પ્રયાસની ફરિયાદના આધારે પોલીસએ તપાસ હાથ ધરી છે.
નવા વર્ષને ગુરુવારની રાત્રીના લગભગ 11 વાગ્યાના સમયે શાકમાર્કેટમાં આવેલ નાગરિક સહકારી બેન્કના કર્મચારીગોપાલ શુકલ અને હિતેશ મોહનભાઇ ત્રિવેદી ની નાઇટ ડયુટી હોય બેન્ક પર આવી ગયા હતા.
બંધ બેન્ક નું તાળું ખોલી ગોપાલ શુકલ એ બેન્કના સીસીટીવી કેમેરાઓ ચેક કરતાં જ બેન્કની પાછળના ભાગનો એક કેમેરો. આડુ કઇ આવી ગયેલ તુરત જ ઘ્યાન પર તેમના આવી જતા તેમણે પાછળનાભાગે તપાસ કરતા જ બેંકની પરિસરમાં ઉપરનાભાગે લોખંડનીજાળી પર ઓકસીજન અને એલપીજી ગેસના બાટલાઓ અને બંન્ને ગેસને ભેગા કરી ફાયર (આગ) થી કટીંગ કરી શકાય તે માટે લાંબી નોઝર નઝરે પડી હતી.
ઘટનાની ગંભીરતાને સમજી તાત્કાલીક બેન્કના ચેરમેન ઋષિભાઇ પંડયા, મેનેજર નીતીનભાઇ ઉપાઘ્યાય અનેખ સ્ટાફને જાણ કરતા જ બેન્ક ના ડાયરેકટર મનોજભાઇ પંડયા સ્ટાફગણ રણભુમિ ગૃપના હરદીપસિંહ વાળા સહિતનાદોડી આવ્યા હતા.
પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ બોરીચા તથા હરદેવસિંહ ગોહિલ હોમગાર્ડ સહિતના દોડી આવ્યા હતા. સીસીટીવી કેમેરામાં જોતા પાછળની તરફ બાળ મંદિરવાળી દુકાનો પરથી એક ચશ્મા પહેરેલ અને મોઢે રુમાલ બાંધેલ શખ્સ રાત્રીના 9.16 મિનિટ એ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે તૈયારીના ભાગરુપે ને સીસીટીવી કેમેરાને કોથળા વડે ઢાંકી દેતો કેદ થતો અને બાલમંદિર સાઇડમાં ઉભેલા તેમના સ ાથીદાર સાથે વાત કરતો કેદ થયેલ જોવા મળિયો છે.
ત્યારબાદ બેન્કમાં પ્રવેશી બેન્ક માં પ્રવેશી બેન્કની તીઝોરી ગેસ કટર (બંન્ને ગેસ ભેગો કરી આગ લગાવી)થીતોડી લાખો કરોડો રૂપિયાનીચોરીની ઘટનાને અંઝામ આપવા માટે એક વ્યકિતથી ન ઉપડી શકે તેવા ઓકિસજનનો મોટો બાટલો અને રાંધણ ગેસનો બાટલો નોઝર અને બાટલાઓ ખોલવા માટેના સાધનો પહોંચતા કરેલ. હોવાનું રાત્રે દોડી આવેલ પોલીસ અને બેન્ક કર્મીઓના ઘ્યાને આવીગયેલ હતું.
બનાવના પગલે ગોપાલ શુકલ(ઉવ.40) એ તળાજા પોલીસ મથકમાં જવલનશીલ પદાર્થો બેન્કનાપરિસરમાં મુકી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ચોરીકરવાનો અજાણ્યા શખ્શો દ્વારા પ્રયાસકરવામાં આવેલ હોવાની ફરિયાદ નોંધાવતા પો.સ.ઇ. સીસોદીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.   તસ્કરો સાત મોટા થેલા લઇને આવ્યા હતા.
નાગરિક બેન્કમાં ચોરીને અંજામઆપે તે પહેલાજ સમગ્ર ઘટના સામે આવી જતા નોંધાયેલ પોલિસ ફરિયાદના પગલે આજ ડોગ સ્કવોડ તપાસ અર્થે આવેલ. તપાસમાં તસ્કરોને મોટો દલ્લો હાથ લાગે તેવી પુરી ખાતરી હતી તેના માટે સાત મોટા થેલા લાવ્યા હતા તે હાથ લાગ્યા છે. તસ્કરો માયા ચાવાળા ચોક થઇ ભાગ્યાનું તપાસમાં ખુલવા પામ્યુછે.