લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી

  • લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી
    લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી

ધોરાજી તા.10
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વ્યસનમુક્ત, સદાચારી અને સામર્થ્યવાન ગુજરાતના નિર્માણ થકી જ વિકાસ ચરિતાર્થ કરી શકાશે મુખ્યમંત્રીએ ઉપસ્થિત ભક્તજનો ને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે જોગી સ્વામીના આશીર્વાદથી આવનારા દિવસોમાં સામૂહિક અને વ્યક્તિગત જીવનમાં સુખ-સમૃદ્ધિ તથા રિદ્ધિ સિદ્ધિ હાંસલ થશે ગુજરાતનાં ગામડાઓમાં આધુનિકતા સાથે ગુજરાતનો આત્મા ધબકતો રાખવાની મુખ્યમંત્રીએ આ તકે નેમ વ્યક્ત કરી હતી રાજ્ય સરકાર ચાલુ વર્ષે રૂ.એક હજારના ભાવે એક મણ મગફળીની ટેકાના ભાવ તરીકે ખરીદી લાભ પાંચમથી શરૂ કરશે, જે ગામડાઓના વિકાસ માટેનું પગલું સાબિત થશે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
રાજ્યમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની પહેલરૂપે લાભપાંચમથી કલેક્ટર કચેરી ખાતે "બિન-ખેતી પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું તથા આ બાબતના સમર્થનમાં રાજ્ય સરકારે અમલી બનાવેલી વિવિધ યોજનાઓની વિગતો પણ ટાંકી હતી
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની સંવેદનશીલતા અસરકારક રીતે પ્રગટ કરતી રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ નો ઉલ્લેખ કર્યો હતો અને આ યોજનાઓથી લોકકલ્યાણના અનેક આયામો સિદ્ધ કરી શકાશે એવો એકરાર કર્યો હતોમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ "ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેકની રાજ્ય સરકારની વિભાવના સ્પષ્ટ કરી હતી અને "સૌની યોજના અન્વયે અત્યાર સુધી તથા બાકીના ડેમો આ યોજનામાં સામેલ થવાની વાત પણ ઉચ્ચારી હતી.
ગુજરાતના ઘરેણાં સમાન મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નરસિંહ મહેતા, કવિ નર્મદ, દયાનંદ સરસ્વતી, સ્વામી સહજાનંદ વગેરે મહાનુભાવોના સત્કર્મોથી ગુજરાત બન્યું છે અને આ મહાપુરુષોએ કંડારેલી કેડી પર પ્રવૃત્ત થઇ ગુજરાતની પ્રતિષ્ઠાને વધુ ને વધુ ઉજ્જવળ બનાવવા માટે તેમણે ઉપસ્થિતોને આહ્વાન કર્યું હતું રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામે યોજાયેલા જોગી સ્વામી મહારાજના સપાદ જન્મજયંતી મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, એડિશનલ ડી.જી અનિલ પ્રથમ,ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મહેન્દ્ર પાડલીયા પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા, પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથીરિયા, રાજકોટ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ડી.કે.સખિયા, ભાનુભાઇ મેતા અગ્રણી સંજય પટેલ પ્રશાંત કોરાટ ચેતનભાઇ રામાણી, કિશોરભાઈ રાઠોડ વી.ડી.પટેલ.લલિતભાઈ વોરા હરશુખભાઈ ટોપીયા ડી.જી.બાલધા દિલીપભાઈ હોટવાણી સ્વામિનારાયણ સંતો-મહંતો અનુયાયીઓ તથા વિશાળ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા