પાણીની અછત છતાં ઉનાળુ વાવેતર નજીવું ઘટી 6 લાખ હેક્ટરમાં સંપન્ન

  • પાણીની અછત છતાં ઉનાળુ વાવેતર નજીવું ઘટી 6 લાખ હેક્ટરમાં સંપન્ન

  • વાવેતર સામે ઉત્પાદનમાં 30-50 ટકા સુધી ઘટાડાનો અંદાજ 
  • ગતવર્ષની તુલનામાં 19 ટકા ઘટીને 5.88 લાખ હેક્ટરમાં રહ્યું
બિઝનેસ ડેસ્ક.ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં પાણીની સમસ્યા વિકટ બની હોવાથી ખેતી માટે પાણી ન મળતા ઉનાળુ વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે. નહેરો, ચેકડેમમાં પાણી ન હોવા સાથે મોટા ભાગના વિસ્તારોમાં જમીનના તળ પણ ઉંડા ઉતરી ગયા હોવાથી ખેતી માટે પાણી પુરતા પ્રમાણમાં મળતુ નથી જેના કારણે ઉનાળુ ઉત્પાદનમાં સરેરાશ 30-50 ટકાનો ઘટાડો થશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.   રાજ્ય સરકારના અહેવાલ મુજબ ઉનાળુ વાવેતર પણ ગતવર્ષની તુલનામાં 19 ટકા ઘટીને 5.88 લાખ હેક્ટરમાં રહ્યું છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 7.24 લાખ હેક્ટરમાં રહ્યું હતું. એપ્રિલ મહિનો અડધો પૂર્ણ થયો હોવાથી હવે ઉનાળુ વાવેતરમાં ઝડપી વધારો થાય તેમ નથી. ચૂંટણીલક્ષી માહોલ ઉપરાંત ખેડૂતોને ઉપજના પણ પુરતા ભાવ ન મળતા વાવેતર કપાયા છે.