જેટ એરવેઝમાં હિસ્સો ખરીદવા માટે રોકાણકારો 12 એપ્રિલ સુધી પ્રસ્તાવ આપી શકશે

  • જેટ એરવેઝમાં હિસ્સો ખરીદવા માટે રોકાણકારો 12 એપ્રિલ સુધી પ્રસ્તાવ આપી શકશે

  • બેન્કોએ જેટ એરવેઝનો 75 ટકા હિસ્સો વેચવા માટે 8 એપ્રિલથી બોલી શરૂ કરી હતી
  • ઈંધણ ન મળવાના કારણે બુધવારે જેટની ફલાઈટ 6 કલાક સુધી ઠપ રહી, આઈઓસીએ સપ્લાય રોક્યો હતો 
મુંબઈઃ આર્થિક સંકટમાં ફસાયેલી જેટ એરવેઝ માટે બુધવારનો દિવસ ખૂબ જ ખરાબ રહ્યો હતો. ઈન્ડિયન ઓઈલે 6 કલાક સુધી ઈંધણનો સપ્લાય બંધ કરી દીધો હતો. ડીજીસીએ 7 વિમાનોનું રજિસ્ટ્રેશન રદ કર્યું છે અને યુરોપની કાર્ગો કંપનીએ અમ્સટર્ડમમાં એક વિમાનને કબ્જામાં લીધું છે. જેટના શેર વેચવા માટે ખુલેલી હારાજીમાં બેન્કોએ બોલી જમા કરાવવા માટેની સમય સીમા બે દિવસ વધારી દીધી છે. અગાઉ આ સમય સીમા 10 એપ્રિલ સાંજે 6 વાગ્યા સુધીની હતી. પરંતુ બેન્કોએ તેને વધારીને 12 એપ્રિલ સાંજે 6 વાગ્યા સુધીની કરી દીધી છે.