ભારત ઇકોનોમિક ગ્રોથમાં સતત બીજીવાર ચીનને મ્હાત આપશેઃ IMF રિપોર્ટમાં અનુમાન

  • ભારત ઇકોનોમિક ગ્રોથમાં સતત બીજીવાર ચીનને મ્હાત આપશેઃ IMF રિપોર્ટમાં અનુમાન

  • આઇએમએફ અનુસાર, ભારત 2019માં ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બનશે
  • આઇએમએફએ વૈશ્વિક આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 3.3 ટકા કર્યુ 
નવી દિલ્હીઃ IMF (ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ) અનુસાર, ભારત વિશ્વની ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા તરીકે યથાવત રહેશે. આઇએમએફનું અનુમાન છે કે, વર્ષ 2019માં ભારતની ઇકોનોમિ 7.3 ટકા અને 2020માં 7.5 ટકાની ઝપે વધશે. અર્થવ્યવસ્થાની ઝડપ વધવાનું મુખ્ય કારણ અહીં વધતો જતું રોકાણ અને વપરાશમાં વધારો છે. ગત વર્ષે 2018માં ભારતનો ગ્રોથ રેટ 7.1 ટકા હતો જ્યારે ચીનનો ગ્રોથ રેટ માત્ર 6.6 ટકા હતો. આઇએમએફએ ચીનનો ગ્રોથ રેટ 2019માં 6.3 ટકા અને 2020માં 6.1 ટકા હોવાનો અનુમાન લગાવ્યો છે. આ રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (IMF) અને વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠક અગાઉ જાહેર કરવામાં આવ્યો છે.