દીવમાં નવા વર્ષના પર્વ નિમિતે પર્યટકોનો જમાવડો : ટ્રાફિક જામ

  • દીવમાં નવા વર્ષના પર્વ નિમિતે  પર્યટકોનો જમાવડો : ટ્રાફિક જામ
    દીવમાં નવા વર્ષના પર્વ નિમિતે પર્યટકોનો જમાવડો : ટ્રાફિક જામ

દિવ તા.10
દિવાળી અને નવા વર્ષ પર્વ નિમિતે દીવમાં પર્યટકોનો દર વર્ષે ઘસારો જોવા મળે છે. આ વર્ષે પણ દીવમાં પર્યટકોનો જમાવડો જોવા મળ્યો હતો.
દીવ બંદર ચોક, બસ સ્ટેન્ડ, જલંધર બીચ, ચક્રતિર્થ બિચ, મ્યુઝીયમ, ચર્ચ, કિલ્લો, ઘોઘલા અને નાગવા બીચ ઉપર મોટી સંખ્યામાં સહેલાણીઓ જોવા મળ્યા હતાં. દીવનાં મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યાને દુર કરવા દીવ પોલીસ અને આઇ.આર.બી.એન.ના જવાનો ખડેપગે રહ્યા હતાં. છતાં પણ ટ્રાફિક ઉપર ક્ધટ્રોલ નહિ થતા પોલીસે બપોર પછી મુખ્ય માર્ગ વન વે કર્યો હતો.
ચેક પોસ્ટ ઉપર પોલીસ દ્વારા થતી ચેકીંગના કારણે ટ્રાફિકમાં લાંબી લાંબી કતારો જોવા મળી હતી. અને આ ચેકીંગના કારણે પર્યટકો ખુબ જ પરેશાન થયા હતાં. પ્રશાસને આવી ચેકીંગને હળવી બનાવી અને પર્યટકોને પરેશાન કરતા અટકાવવા જોઇએ. જેથી આવી લાંબી કતારોમાં પ્રવાસીઓને હેરાન થવુ ન પડે. દીવ બંદર ચોક જેટી ઉપર ક્રાફટ મેળો પણ પર્યટકોથી છલકાયો હતો. દીવની હોટેલોમાં રૂમોના ભાડા આસમાને પહોંચતા મઘ્યમ વર્ગના ટુરીસ્ટો દીવમાં રાત રોકાણ પહેલા દીવને બાય બાય કર્યુ હતું. હોટેલોના ભાડા અંકુશમાં રાખવા સરકાર દ્વારા ગાઇડ લાઇન બનાવવી જોઇએ.
દીવમાં સહેલાણીઓનો જમાવડો હજુ એક સપ્તાહ સુધી રહેશે.