નવા વર્ષના પ્રારંભે સ્નેહ મિલનો : દેવ મંદિરમાં અન્નકુટોત્સવ ઉજવાયા

 • નવા વર્ષના પ્રારંભે સ્નેહ મિલનો : દેવ મંદિરમાં અન્નકુટોત્સવ ઉજવાયા
  નવા વર્ષના પ્રારંભે સ્નેહ મિલનો : દેવ મંદિરમાં અન્નકુટોત્સવ ઉજવાયા
 • નવા વર્ષના પ્રારંભે સ્નેહ મિલનો : દેવ મંદિરમાં અન્નકુટોત્સવ ઉજવાયા
  નવા વર્ષના પ્રારંભે સ્નેહ મિલનો : દેવ મંદિરમાં અન્નકુટોત્સવ ઉજવાયા
 • નવા વર્ષના પ્રારંભે સ્નેહ મિલનો : દેવ મંદિરમાં અન્નકુટોત્સવ ઉજવાયા
  નવા વર્ષના પ્રારંભે સ્નેહ મિલનો : દેવ મંદિરમાં અન્નકુટોત્સવ ઉજવાયા
 • નવા વર્ષના પ્રારંભે સ્નેહ મિલનો : દેવ મંદિરમાં અન્નકુટોત્સવ ઉજવાયા
  નવા વર્ષના પ્રારંભે સ્નેહ મિલનો : દેવ મંદિરમાં અન્નકુટોત્સવ ઉજવાયા

રાજકોટ તા.10
પ્રકાશપર્વ દિપોત્સવી બાદ નુતન વર્ષની ઉજવણી બાદ નવલા વર્ષે સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત ઠેર-ઠેર પારિવારીક સ્નેહ મિલનો સાથે સમુહ ભોજન અને છાત્ર સન્માનના કાર્યક્રમો યોજાયાં હતાં.
તેમજ ધાર્મિક મંદિરો અને સંસ્થાઓમાં પણ અન્નકુટ દર્શન અને સમુહ પ્રસાદના આયોજનો સંપન્ન થયાં હતાં. હજુ આગામી દિવસોમાં પણ વિવિધ સમાજો-સમૂહો અને સંસ્થાઓ દ્વારા પારિવારીક સ્નેહ મિલનના કાર્યક્રમો યોજવાં આયોજનો થયાં છે.
મેંદરડા
મેંદરડા લેઉવા પટેલ સમાજ દ્વારા નુતન વર્ષના દિવસે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. નુતન વર્ષના સ્નેહ મિલન બાદ અને ર018 ની સાલમાં બોર્ડની પરિક્ષામાં ધો-10 તથા ધો-1ર ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ ઉચ્ચ શિક્ષણમાં ઉચ્ચ ટકાવારી સાથે ઉતિર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓમાં સતર જેટલા વિદ્યાર્થીઓને દાતાશ્રીઓના હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર તેમજ ઇનામ આપી સન્માનીત કરવામાં આવેલ.
જામકંડોરણા
જામકંડોરણા શહેરમાં નુતન વર્ષ નિમિતે શહેરના અન્નપુર્ણા માતાજી મંદિર, શ્રી રામજી મંદિર, મદન મોહનલાલજી હવેલી, ચાંદની ચોકમાં સપ્તમુખી હનુમાનજી મંદિર સહિતના વિવિધ મંદિરોમાં અન્નકુટના દર્શન યોજાયા હતા ભાવિકોએ આ અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો.
જસદણ
દેવગામ ખાતે માગાત્રાંડ ધામે કાઠીગોઠી ભાઇઓ દ્વારા નુતન વર્ષ નિમિતે કાઠી સમાજના કુળદેવી ગાત્રાંડમાતાજીના નિજ મંદિરમાં માતાજીની પુજન અર્ચન ફુલોના શણગાર સાથે સુંદર રંગોળી કરી માતાજીની આરાધના કરી હતી. અહિ દ્રશ્યમાન અન્નકુટ દર્શન નિજ મંદિરમાં ગોઠવાયેલ નજરે
પડે છે.
લાલપુર
લાલપુર આહિર સમાજ તથા આહિર યુવક મંડળ દ્વારા લાભ પાચમને તા.12 ના રોજ લાલપુરમાં વસતા તમામ આહિર પરીવારનું સમુહ ભોજન તથા રાસોત્સવનું આયોજન મ્યુનિસિપલ હાઇસ્કુલ લાલપુરના મેદાનમાં કરવામાં આવશે.
ગોંડલ
ગોંડલ અક્ષર મંદિર ખાતે બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષર મંદિર ખાતે ભગવાન સમક્ષ એક હજાર જેટલી વિવિધ વાનગીઓનો રસથાળ ધરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ભકતો અક્ષર મંદિર ખાતે મહંત સ્વામી મહારાજ અને નવા વર્ષે અન્નકુટના દર્શન કરવા માટે પધાર્યા હતાં.
ગોંડલ
ગોંડલમાં જલારામ જયંતિ પર્વ નિમિતે વિર યુવા ગૃપ ગોંડલ દ્વારા પ.પુ.શ્રી જલારામ બાપાના છપ્પન ભોગ (અન્નકોટ) ના દર્શનનું તા.13 ને મંગળવારે સાજે 6 થી રાત્રીના 12 સુધી શ્રી જલારામ ધામ વિદ્યામંદિર હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે સુંદર તથા ધાર્મિક આયોજન કરેલ છે. સાથો સાથ અન્નકોટના દિવસે આરતી શણગાર સ્પર્ધા પણ યોજાવામાં આવશે.
સરા
સરા ગામે પાટીગાર સમાજનું વિશાળ સ્નેહ મિલન શ્રી જડેશ્ર્વર મહાદેવજીના સાનિઘ્યમાં પાટીદાર સમાજના અગ્રણી જશરાજભાઇ કુણપરા ચંદુભાઇ વરમોરા વસંતભાઇ વરમોરા જીતુભાઇ વરમોરા સહિત પાટીદાર સમાજ લોકોની બહોળી ઉપસ્થિતિમાં યોજાયું હતું.
મુળી
પાચાંળ પ્રદેશનું રબારી સમાજના આસ્થાના પ્રતિક સમાન મુળીથી 18 કિ.મી દુર આવેલા 56 ફુટની ઉચી કોતરણીથી આકર્ષિત વડવાળાદેવની જગ્યાએ નુતન વર્ષના સુપ્રભાતે દુર દુરથી હજારો અનુયાયીઓ ભકતો ઉમટી પડ્યા હતાં મંદિરના મહંત શ્રી રામબાલકદાસજીના માર્ગદર્શન હેઠળ અન્નકુટનું આયોજન કરવામાં આવેલ.
ભાટીયા
દિવાળીના ભાટીયા ગામમાં ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધનતેરસ અને કાળી ચૌદસના દિને લોકોએ અવનવી ચિજ વસ્તુઓની ખરીદી કરી હતી.
તેમજ ઘર આંગણે અવનવી રંગોળીઓ બનાવાઇ હતી. જ્યારે દિવાળીના દિવસે લોકોએ ઠેરઠેર ચોપડા પુજન કરી આકાશમા: અવનવા ફટાકડાઓ મોડી રાત્રી સુધી
પરીવારજનો સાથે ફોડી અને ફટાકડાની આતશબાજી કરી હતી.
ભાટીયા જુના ઝાપા પાસે આવેલ વર્ષો જુના કલ્યાણ રાયના મંદિરે નવા વર્ષ નિમિતે ભવ્ય અન્નકુટ દર્શન શણગાર કરવામાં આવેલ હતાં.