ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર બોલ્યા વિવાદીત બોલ

વડોદરા: વડોદરામાં કોયલી સ્થિત ભાજપની જાહેર સભામાં ભાજપના વિવાદીત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર વિવાદીત બોલ બોલ્યા છે...જેમાં તેમને મતદારો, મીડીયા બાદ હવે અધિકારીઓને આડકતરી રીતે ધમકી આપતા હડકંપ મચી જવા પામ્યો છે. કોયલીમાં ભાજપની જાહેર સભા છે. જેમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ હાજરી આપી છે. 

કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા જાહેર સભા સ્થળ પર પહોચે તે પહેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમને કાર્યકરોને કહ્યું કે, કોઈ પણ કામ હોય તો મારી પાસે આવજો, કામ સાચું હશે તો અધિકારી પાસે કામ કરાવવાના પ્રયાસ કરી અને જો અધિકારી નહી કરે તો 14મું રતન વાપરીને પણ કામ કરાવીશ.