પોરબંદર બેઠક પર ભાજપ કોંગ્રેસ માટે કાંધલ જાડેજા બની શકે છે માથાનો દુખાવો

  • પોરબંદર બેઠક પર ભાજપ કોંગ્રેસ માટે કાંધલ જાડેજા બની શકે છે માથાનો દુખાવો
    પોરબંદર બેઠક પર ભાજપ કોંગ્રેસ માટે કાંધલ જાડેજા બની શકે છે માથાનો દુખાવો

પોરબંગદર: રાજ્ય સહિત સમગ્ર દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકીય પાર્ટીના જે ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. તેઓ મત મેળવવા માટે પ્રચારમાં લાગેલા જોવા મળી રહ્યા છે. પરંતુ પોરબંદર જિલ્લામાં એક લોકનેતા એવા પણ છે કે, જેઓ ફક્ત ચૂંટણી સમયે જ નહી પરંતુ હંમેશા પ્રજાની-સમસ્યાઓને પોતાની સમસ્યા ગણી કામગીરી કરતા આવ્યા હોવાથી તેઓ પ્રજામાં ભારે લોકચાહના ધરાવે છે. ત્યારે ચાલો જોઈએ કોણ છે. આ અસાધારણ લોકનેતા અને લોકસભાની ચૂંટણીમાં શું હશે તેમની મહત્વની ભૂમિકા.

ચૂંટણી દરમિયાન પ્રજાના કાર્યો કરવાના વાયદાઓ કરીને ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કહેવાતા નેતાઓ આ વાયદાઓ ભુલી જતા હોય તેવી નેતાઓની એક સામાન્ય ઓળખ આપણે ત્યાં જોવા મળે છે. પરંતુ અમુક નેતાઓ એવા પણ હોય છે. જેઓ માત્ર ચૂંટણી સમય પુરતા નહી પરંતુ હરહંમેશ લોકોના કાર્યો કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે. આજે આપણે વાત કરીએ રાણાવાવ-કુતિયાણા મતવિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાની જેઓ અન્ય ધારાસભ્ય-નેતાઓથી બિલકુલ અલગ જ તરી આવે છે.