સગાઇ તૂટતા આધેડ સહિત ત્રણ ઉપર નવા વર્ષે જ સશસ્ત્ર હુમલો

જામનગર તા.10
જામનગર તાલુકાના કનસુમરા ગામ પાસે નૂતનવર્ષના પ્રથમ દિવસે જ એક આધેડ સહીતના ત્રણ લોકો ઉપર શસસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો. સગાઇ તુટી જવાના પ્રશ્ર્ને આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે છ આરોપીઓ સામે હત્યા પ્રયાસની કલમ 307 મુજબ ગુનો નોંધયો છે.
જામનગર તાલુકાના મસ્તતીયા ગામના અનવરભાઇ સુલતાનભાઇ ખફીનો દિકરાની સગાઇ નજીકમાં નાધેડી ગામમાં કરવામાં આવી હતી. પરંતુ કોઇપણ કરવામાં આવી હતી. પરંતુ કોઇ પણ કારણોસર આ સગપણ તોડી નાખવામાં આવ્યું હતું.
દરમ્યાન તા. 8 ના અનવરભાઇ અને ગુલામહુશેનભાઇ તેમજ અસ્લમભાઇ વગેરે કનસુમરા ગામ નજીકથી પસાર થતાં હતા ત્યારે આરોપીઓ અબ્બાસ ઇસ્માઇલભાઇ સુમરા,ઇસુબ અલીમામલભાઇ, જાવીદ ફકીરમામદભાઇ, આરીફ ફકીરમામદભાઇ, રજાીક જમાભાઇ અને અલીનુરામામદભાઇ વગેરે છ આરોપીઓ તેની પાસે આવ્યા હતો.
અને અમારા કૌટુંબીક ભાઇની દિકરી સાથે જ સગાઇ કેમ તોડી નાખી? તેમ કહી ઝગડો કર્યો હતો આ પછી પાઇપ, કુહાડા, વગેરે ત્રણેયને માર માર્યો હતો. જેમાં ગુજલાર હુશેનભાઇએ માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.
આ હુમલામાં ઘવાયેલા અનવરભાઇ, ગુલામહુશેનભાઇ અને અલ્તાફભાઇને સારવાર માટે હોસ્પિટલમાં લઇ આ યાર્ડનો જયાં અનવરભાઇએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યા પ્રયાસની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.