43 દિવસ બાદ મીડિયાને બાલાકોટ લઇ ગયું PAK, પત્રકારોએ જણાવ્યો આંખો જોયો અહેવાલ

  • 43 દિવસ બાદ મીડિયાને બાલાકોટ લઇ ગયું PAK, પત્રકારોએ જણાવ્યો આંખો જોયો અહેવાલ

બાલાકોટ એરસ્ટ્રાઇકના 43 દિવસ બાદ પાકિસ્તાની સેના આંતરરાષ્ટ્રીય મીડિયાકર્મીઓની એક ટીમ અને વિદેશી રાજ વિશેષજ્ઞોને મદરસા અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત કરાવી હતી. ભારતે અહીં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આંતકી ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કર્યો હતો. જો કે, એરસ્ટ્રાઇક બાદ ઘણા દિવસો સુધી અહીં પત્રકારોના આવવા જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સાથે આસપાસના સ્થાનિક લોકોની અવરજવર ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.

 
હવે 43 દિવસ પછી પત્રકારો અને વિશેષજ્ઞોની એક ટીમ બાલાકોટના મદરેસામાં પહોંચી. બીબીસી ઉર્દૂના મતે, ટીમને એક હેલીકોપ્ટરમાં ઈસ્લામાબાદથી બાલાકોટના જાબા લઇ જવામાં આવ્યા હતા. લીલાછમ ઝાડોથી ઘેરાયેલા એક પહાડ પર સ્થિત એક મદરેસા સુધી પહોંચવા માટે લગભગ દોઢ કલાક સુધી ચાલવું પડ્યું હતું.