ખંભાળીયાના યુવાનને મારી નાખવા ધમકી


બે શખ્સો સામે ગુનો
ખંભાળીયા તા.10
ખંભાળીયાના યુવાનને અપમાનીત કરી મારી નાખવાની ધમકી સબબ બે સામે ગુનો નોંધાયો હતો.
ખંભાળીયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા કમલેશ મેઘાભાઈ બગડા નામના 20 વર્ષનાં અનુ.જાતીનાં યુવાનને નાના માંઢા ગામના હાસમ હુશેનભાઈ ખફી અને જુમા અલ્લારખા ખફી નામના બે શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અત્રે પોલીસમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી કમલેશભાઈ બગડાએ આરોપીનાં કુટુંબીજનો પર અગાઉ એટ્રોસીટી તથા ખુનની ફરિયાદ દાખલ કરાવી હોય જેનો ખાર રાખી આરોપી શખ્સોએ મોટરસ યકલ પર આવીને ધમકી આપી ફરિયાદ પાછી ખેંચી લેવા જણાવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 504 506(2) 114 તથા એટ્રોસીટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.