સાયલાના નડાળાગામે બેસતુ વર્ષ રકતરંજીત: વૃધ્ધની હત્યા

વઢવાણ તા.10
સાયલાના નડાળા ગામે 60 વષ પહેલા ખેલાયેલા ખૂની ખેલના બદલામાં બેસતા વર્ષે જ ખૂનના બદલા ખૂન જેવી ઘટના ઘટી હતી જેમાં બે શખ્સોએ જ્ઞાતીનાજ વૃધ્ધની ધારીયા કુહાડાના ઘા ઝીંકી ગોળીબારકરી હત્યા કરી નાકતા નાના એવા નડાળા ગામમાં અરેરાટી સાથે ભારે ગમગીનીના માહોલ છવાઈ ગયો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ સાયલાની નડાળા ગામે બેસતા વર્ષના પ્રારંભ લોહીયાળ ઘટના સાથે થયો હતો. જેમાં જ્ઞાતીનાજ બે પરિવારો વચ્ચે ચાલતા વૈમનસ્યમાં એક વૃધ્ધની કુહાડા ધારીયાના ઘા ઝીંકી અને સાથે ફાયરીંગ કરી બે શખ્સોએ હત્યા નિપજાવતા નાના એવા ગામમાં અરેરાટી સાથે ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
આ બનાવ અંગે સાયલાના નડાળા ગામના આયાભાઈ ઉર્ફે મુનાભાઈ અનુપભાઈ ખાચરે સાયલા પોલીસમાં ફરિયાદ કરેલ છે કે ગત તા. 8-11ના રોજ નડાળા ગામે સીમમાં આરોપી પ્રકાશ ભાભલુ ખાચર અને ભાભલુ જીલુ ખાચરે 1958માં બંને પરિવાર વચ્ચે થયેલ ખૂન ખરાબીનો બદલો લેવા અનકભાઈ ખાચર ઉ.65 ઉપર ધારીયા કુહાડી અને ફાયરીંગ કરી અનકભાઈનુ ખૂન કરી નાખ્યું હતુ.બાદમાં બંને આરોપી પ્રકાશભાઈ ભાભલુ ખાચર અને ભાભલુ જીવુ ખાચર નાસી ગયા છે.
આ બનાવની જાણ થતા પીએસઆઈ ડીડી ચુડાસમા તથા સ્ટાફ એલસીબી એસઓજીની ટીમ સાયલાના નડાળા ગામે દોડી જઈ આરોપીને ઝડપી લેવા ખેતર વાડી ખુદી રહી છે.