લો બોલો! ‘MC મુખ્ય કચેરીમાં જ આગ લાગે તો નીકળવા માટે માત્ર એક જ દરવાજો છે’

  • લો બોલો! ‘MC મુખ્ય કચેરીમાં જ આગ લાગે તો નીકળવા માટે માત્ર એક જ દરવાજો છે’

AMC તંત્ર શહેરીજનોને ફાયર સેફ્ટીના પાઠ ભણાવે છે પણ  પોતે ફાયર સેફ્ટીના નિયમોને નેવે મૂકતાં જરાય ખચકાતું  નથી. અમદાવાદ મ્યુનિ.નું ફાયર બ્રિગેડ ખાતુ ફાયરના  નિયમોની કડક અમલવારી માટે ખાનગી કોર્મર્શીયલ કોમ્પલેક્ષોને નોટિસ આપે છે પણ વાસ્તવિકતા એ છે કે, મ્યુનિ.  તંત્ર ખુદ નાગરિકો તો ઠીક પણ ચૂંટાયેલા હોદ્દેદારોની પણ  ચિંતા નથી તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

 
શહેરના દાણાપીઠના  ખમાસા રોડ ઉપર AMCની મુખ્ય કચેરી આવેલી છે પણ અહીં ફાયર  સેફ્ટીના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લઘંન થઇ રહ્યું છે. મેયર,  સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, કમિશનર સહિતના ઉચ્ચ હોદ્દેદારો જે  બિલ્ડીંગમાં બેસી વહીવટ કરે છે ત્યાં જ ફાયરના નિયમો નેવે  મૂકાઇ રહ્યાં છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ બિલ્ડીંગમાં માત્ર એક જ  ગેટથી અવર જવર થાય છે જ્યારે અન્ય ગેટ બંધ કરી દેવાયા છે. જો  આગ લાગે તો મોટી જાનહાનિ થવાનો ભય છે.