ઉનાની આંગડિયા લુંટમાં સુત્રધાર સહિત ચાર પકડાયા : એકની શોધખોળ

  • ઉનાની આંગડિયા લુંટમાં સુત્રધાર સહિત ચાર પકડાયા : એકની શોધખોળ
    ઉનાની આંગડિયા લુંટમાં સુત્રધાર સહિત ચાર પકડાયા : એકની શોધખોળ

ઉના તા.10
ઉનાથી ટીંબી વચ્ચે થયેલ આંગડીયા લુંટના ચાર આરોપીઓને પકડી પાડી 10.45.066/-નો મુદામાલ કબ્જે કરી આરોપીઓને નાગેશ્રી પોલીસ ટીમે જેલ હવાલે કર્યા હતા. નિર્લીપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલીની સુચના અન્વયે નાગેરી પોલીસ ટીમે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ આંગડીયા લુંટના આરોપીઓને લુંટમાં ગયેલ મુદામાલ સાથે ધરપકડ કરી હતી.
ગઇ તા.02.11.2018 ના રોજ ઉનાની પી.શૈલેશ આંગડીયા પેઢીના કર્મચારી વિશ્ણુભાઇ બબાભાઇ પટેલ રહે. ઉના વાળાઓ પોતાની પેઢીમાંથી રોકડા રુા.10.47.920/- તથા હીરાના પાર્સલ 10 લઇને નીકળતાં નાગેરી પોલીસ સ્ટેશનની હદની તદન નજીકમાં નેશનલ હાઇવે ઉપર ગાંગડા તથા ટીબી વચ્ચે આંગડીયા તેમને માર મારી આંગડીયા લુટ થયેલી જેમાં નાગેશ્રી પોલીસે રામજીભાઇ ભુપતભાઇ સાંખટ (ઉ.વ.23) રહે.વડલી તા.જાફરાબાદ, પ્રતાપભાઇ ભુપતભાઇ સાંખટા (ઉ.વ.24) રહે.વડલી તા.જાફરાબાદ, સંજયગીરી ભુપતગીરી ગૌસ્વામી (ઉ.વ.27) રહે.ભાવનગર,ગોપાલ ઉર્ફે ગોપી છગનભાઇ ભાલીયા(ઉ.વ.23) રહે.ચિત્રાસર તા.જાફરાબાદ) વાળાને પકડી પાડી રોકડા રુપીયા 1.80.066/- રફ હીરાના પેકેટ નંગ-123 કિ.રૂા.8.00.000/- (આઠ લાખ પુરા) સોનાની સર નંગ-03 કિ.રુા.65000/- તથા આંગડીયા પેઢીનું સાહિત્ય મળી કુલ મુદામાલ રુા.10.45.066/- સાથે પકડી પાડયા હતા.
આ કામનો માસ્ટર માઇન્ડ રામજી સાંખટએ સુરતમાં ઉનાની આંગડીયા લુંટનો પ્લાન બનાવેલ તે અન્વયે બનાવના દિવસે આરોપી ગોપાલ તથા સંજય તથા હર્ષદ સુરતથી આવેલ હતા. રાજ રાજેશ્ર્વરી હોટેલ પાસે મોઢે રુમાલ બાંધી આંગડીયા પેઢીના કર્મચારીનો મોટર સાયકલ ઉપરથી પછાડી દઇ ધોકા તથા પાવડાના હાથાથી માર મારેલઅને આ ત્રણેય આરોપીઓએ લુટ કર્યા બાદ થેલો પ્રતાપને આપી દીધેલ અને પ્રતાપએ થેલો માસ્ટર માઇન્ડ રામજીને આપી દિધેલ હતો. ઉપરોકત ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અર્થે ઉનાપોલીસને સોપી આપવામાં આવેલ છે. ઉના પોલીસ દ્વારા પકડવાનો બાકી આરોપી હર્ષદ તથા અન્ય તપાસમાં મળી આવેલ તે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.