NDA સરકારની નીતિ સ્પષ્ટ, આતંકવાદ-નક્સલવાદને પહોંચી વળવા જવાનોને ખુલ્લી છૂટ: PM મોદી

  • NDA સરકારની નીતિ સ્પષ્ટ, આતંકવાદ-નક્સલવાદને પહોંચી વળવા જવાનોને ખુલ્લી છૂટ: PM મોદી

ભાગલપુર: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બિહારમાં ત્રીજી રેલી છે. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી નીતિશકુમાર, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી, બિહાર ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, નંદકિશોર યાદવ સહિત એનડીએના અનેક મોટા નેતાઓ મંચ પર હાજર છે.  પીએમ મોદીના સંબોધનની મુખ્ય વાતો... - એનડીએ સરકારની નીતિ સ્પષ્ટ, આતંકવાદ અને નક્સલવાદને પહોંચી વળવા આપણા જવાનોને છૂટ.
- બીજી બાજુ આ મહામિલાવટી લોકો, જે કહે છે કે જવાનો પાસેના વિશેષ અધિકાર હટાવીશું. તમે સહેમત છો? જવાનોને નિહત્થા, અસહાય કરવા જોઈએ?
- વિરોધીઓએ દેશને જવાબ આપવો જોઈએ કે તેઓ જવાનોની સાથે છે કે આતંકીઓની સાથે.
- મહામિલાવટીના નેતાઓ પોતે ડરેલા છે અને બીજાને ડરાવે છે. 
-મહા મિલાવટી નેતાઓ જો મોદી ફરીથી સત્તામાં આવ્યો તો બંધારણીય સંસ્થાઓ ખતમ થઈ જશે-મોદી
- તેઓ ડર ફેલાવે છે કે મોદી સત્તામાં આવશે તો અનામત ખતમ થઈ જશે- મોદી પીએમ મોદી  ભાગલપુરમાં જનતા દળ યુનાઈટેડના નેતા અજયકુમાર મંડલના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે ભાગલપુર લોકસભા સીટ પર  બીજા તબક્કામાં મતદાન થવાનું છે. આ તબક્કામાં ભાગલપુર ઉપરાંત કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા અને બાંકા બેઠક પર મતદાન યોજાવવાનું છે.