ભણેલા-ગણેલા ચશ્મા

  • ભણેલા-ગણેલા ચશ્મા
    ભણેલા-ગણેલા ચશ્મા

કેનેડાની એક સ્ટાર્ટ-અપ કંપનીએ એવા સ્માર્ટ ચશ્મા તૈયાર કર્યા છે કે જે ફોનનો મેસેજ વાંચી સંભળાવશે અને સાથે સાથે વોઇસ કમાન્ડ પણ કનેક્ટ કરશે. જો તમે ઘરની બહાર નીકળ્યા છો અન. ઘરના ટીવી અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસને બંધ કરવાનું ભૂલી ગયા છો તો આ ચશ્મા માત્ર કમાન્ડ આપીને તે ચાલુ ડિવાઇસ બંધ કરી શકશે. આ સ્માર્ટ ચશ્મા તમારા રોજિંદા જીવનને સરળ બનાવશે. આ ફોકલ સ્માર્ટ ચશ્મામાં એક નાનકડો પ્રોજેક્ટર લગાવવામાં આવ્યો છે. જે આ ચશ્મા પહેરનારના ચહેરાના આકાર મુજબ કસ્ટમાઇઝ કરી શકાય છે. તે યુઝરના હોમ સ્પીકરની સાથે જોડાઇ જાય છે. જેથી ચશ્મા મારફતે વોઇસ કમાન્ડ આપી શકાય છે.
આ ચશ્મા મોબાઇલના મેસેજ પણ વાંચીને સંભળાવે છે. અને સાથે હવામાનની અપડેટ પણ આપે છે. કોઇ ટાસ્ક નક્કી કર્યો હોય તો તેના એલર્ટ ન્યૂઝ પણ આપે છે આ સ્માર્ટ ચશ્મા. આ સ્માર્ટ ચશ્માની સાથે હાથમાં પહેરવાનું એક વીંટી જેવું ગેજેટ લૂપ પણ આપવામાં આવે છે. જે આંગળીમાં પહેરવાનું હોય છે, જેને ઓન કરતાની સાથે જ નોટિફિકેશન આવવાની શરૂ થઇ જાફ છે. આ લૂપનો જોયસ્ટિકની જેમ પણ ઉપયોગ કરી શકાય છે. આ નોટિફિકેશન આવતા હોય ત્યારે ચશ્મામાંથી જોવામાં કોઇ જ તકલીફ નહીં પડે. બ્યૂટ્રુથની સાથે પણ કનેક્ટ થશે આ સ્માર્ટ ચશ્મા. 
આ ફોકલ્સ એક વખત ચાર્જ ર્ક્યા બાદ 18 કલાક સુધી કાર્ય કરે છે. આ સ્માર્ટ ચશ્માની કિંમત 75 હજાર રૂપિયા રાખવામાં આવી છે, તેના પણ પાણી અને તડકાની પણ કોઇ અસર થતી નથી. આ સ્માર્ટ ચશ્માનો ઉપયોગ કરવા માટે યૂઝરે તેના ચશ્માનું માપ આપવું પડે છે. ચશ્માના સ્ટોર પર જ ચહેરાનું સ્કેનિંગ થાય છે. તેના આધારે આ ચશ્મા બનાવી આપવામાં આવે છે. કેનેડા અને અમેરિકામાં આ ચશ્માનું પ્રી-બુકિંગ શરૂ થઇ ગયું છે. આ વર્ષના અંતમાં આ ચશ્મા લોન્ચ કરવામાં આવશે.