લોક’ પર્વનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ

  • લોક’ પર્વનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ
  • લોક’ પર્વનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ
  • લોક’ પર્વનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ

નવી દિલ્હી તા,11
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ આજ તા.11ને ગુરૂવારથી છે. આજે પહેલા તબક્કાની લોકસભા ચૂંટણી માટે દેશનાં 18 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર મતદાતા પોતાનાં મતાધિકારનો પ્રયોગ કરશે. મતદાન સવારે 7 વાગ્યે ચાલુ થયુ હતું. તેના થોડા કલાકો પહેલા મુખ્ય ચૂંટણી આયુક્તે મતદાતાઓને ગઇકાલે સાંજે વોટર્સને સંબોધિત કરતા કહ્યું કે આ મારી વિનમ્ર અપીલ છે કે તમે મહત્તમમાં મહત્તમ સંખ્યામાં આવો અને મતદાન કરો જેના કારણે લોકશાહીનો આધાર મજબુત બને. તેમણે આગળ કહ્યું કે, અમારા પ્રયાસો ફળીભુત થશે. જો દરેક મતદાતા સંપુર્ણ ઉત્સાહ અને 
વિશ્વાસ સાથે લોકશાહીની પ્રક્રિયામાં હિસ્સો લે તો. 
લોકસભા ચૂંટણીનાં પહેલા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે સંપુર્ણ તૈયારી કરી લીધી છે. કેન્દ્રમાં નવી સરકાર બનાવવા માટે સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. સાથે સાથે પહેલા તબક્કામાં જ આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. ઓરિસ્સા વિધાનસભા માટે પહેલા તબક્કાનું મતદાન પણ ગુરૂવારે થશે. પહેતા તબક્કામાં આંધ્રપ્રદેશ, અરૂણાચલ, મેઘાલય, ઉતરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, લક્ષદ્વીપ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમુહ તથા તેલંગાણાની તમામ લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે. આ ઉપરાંત પહેલા તબક્કામાં આસામ, બિહાર, છત્તીસગઢ. જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મણિપુર,, ઓરિસ્સા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, અને પશ્ચિમ બંગાળમાં પણ કેટલીક લોકસભા સીટ માટે મતદાન થવાનું હતું.