ફટાકડા ફોડવાની ના પાડતા પોલીસ કર્મચારીને ફડાકા ઝીંકયા

જામનગર તા.10
જામનગરમાં મોડીરાત્રે ફટાકડા ફોડવાની ના પાડતા પોલીસ કર્મચારીને ફડાકા ઝીંકી દેતા ફરજમાં રૂકાવટ કરવા અંગે એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.
જામનગરમાં દિવાળીની મોડીરાત્રે નવીવાસ વિસ્તારમાં અશરફ ખાન શબ્બીરખાન ગૌટી ફટાકહા ફોડતો હતો ત્યારે પોલીસ કર્મચારી રવિભાઈ સુખાભાઈ પરાલીયાએ તેને સમજાવ્યો હતો કે રાત્રે ફટાકડા ફોડવા ઉપર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ છે.
પરંતુ ઉશ્કેરાયેલા અશરફ ખાન એ તેને ફડાકાઝીંકી દઈ જોઈ લેવાની ધમકી આપી હતી આથી રવિભાઈએ આરોપી સામે સરકારી ફરજમાં રૂકાવટ કરવા તથા અદાલતના આદેશનુંઉલ્લંઘન કરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
હુમલો
જામનગરનાં ખોડીયાર કોલોની શકિતનગરમાં રહેતા કમલેશભાઈ નારભાઈ જોઈસર 35ને તેના પડોશમાં રહેતા અજય કાપડીએ લોખંડનો સળીયા વડે મારમાર્યો હતો. આરોપીના ઘરમાં ઝગડો થતા તેના સમજાવવા માટે જનારા કમલેશભાઈને મારમારવામાં આવ્યા હતો.
મોટરસાયકલની ચોરી
ધ્રોલ તાલુકાના રણજીતપર ગામના ગુમાનભાઈ સનતીભાઈ તળવીએ ગત તા. 6-11ના પોતાનું મોટર સાયકલ ધ્રોલના ગાંધી ચોકમાં પાર્ક કર્યું હતુ ત્યાથી કોઈ શખ્સો તેમનું રૂા.15 હજારની કિંમતનું જી.જે.5 ડીએમ 4747 નંબરનું મોટરસ યકલ ચોરી કરી લઈ ગયા હતા.