ભાવનગરમાં અલવિદા ડાયાબીટીશ શીબીર યોજાશે


શનિ-રવિ શીબીર માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન
ભાવનગર તા.10
બ્રહ્માકુમારીઝ ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ તેમજ લાયન્સ કલબ ભાવનગર (સીટી) સંયુકત ઉપક્રમે તા. 17 તથા 18 ના રોજ સવારે 9 થી 1ર સાંજે 4 થી 7 દરમિયાન ઝવેરચંદ મેધાણી ઓડિટોરિયમ, સરદારનગર, ભાવનગર ખાતે મુખ્યવકતા ડો. શ્રીમંત કુમાર, ડાયાબીટીશ નિષ્ણાંત બ્રહ્માકુમારીઝ માઉટ આબુ સબોધીત કરશે.
આ શીબીરમાં રજીસ્ટ્રેશન ઓનલાઇનથી કરવાના રહેશે. તેમજ રુબરુ 1, બ્રહ્માકુમારીઝ, સરદારનગર, ભાવનગર રીલાયન્સ મેડીકલ સેન્ટર, સમર્થ શિખર ડાયમંડ ચોક ભાવનગર ખાતે કરાવવાનું રહેશે.