ઉપલેટામાં બે દિવસના ગ્લોબલ અખંડ ભજન


ઉપલેટા તા.10
સમગ્ર જીલ્લાના ફેલાયેલા ભગવાનશ્રી સત્યસાઇ બાબા મંદીરો કે પ્રાર્થના સ્થાનો આવેદ છે. એટલું જ નહિ તો તેઓને માનનારો એક ચોકકસ વર્ગ છે જે સત્યસાંઇબાબાને નામે કે તેમના માઘ્યમથી લોકો ઉપયોગી પ્રવૃતિ કરે છે.
ઉપલેટા દ્વારકાધીશ સોસાયટીમાં સત્યસાઇ બાબાનું મંદીર આવેલ છે. આ મંદીરમાં ક્ધવીનર શકિતસિંહ ગોહેલ તથા ડો. સવનુયાત્રાએ જણાવેલ હતું કે સમગ્ર વિશ્ર્વમાં ગ્લોબલનો પ્રશ્ર્ન વિકટ બનતો જાય છે. ત્યારે સમગ્ર વિશ્ર્વની માનવ જાતના કલ્યાણ હેતુસર જયાં જયા સત્યસાંઇ બાબાના મંદીર કે આશ્રમ આવેલ છે ત્યાં તા. 10 અને 11 નવેમ્બરના રોજ ગ્લોબર અખંડ ભજન નું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજના ભાગરુપે ઉપલેટા સત્ય સાંઇસાઇ બાબાના મંદીરે તા. 10મી સાંજન 6 વાગ્યાથી તા.11 મી સાંજના 6 વાગ્યા સુધી ગ્લોબલ અખંડ ભજનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર નગરજનો તથા સત્યસાંઇબાબા પરિવારે હાજર રહ્યો હતો.