વેરાવળમાં આજે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે

વેરાવળ તા.10
વેરાવળમાં શબાના હાઇસ્કૂલ ખાતે આવતી કાલે તા.11 ને રવિવારે મૌલાના અબ્દુલ કલામ આઝાદના જન્મ દિન નિમિતે સર્વે રોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે.
આવકાર મલ્ટીપેશ્યાલીસ્ટ અને ગીર સોમનાથ કોગ્રેસ માયનોરી તથા માધવ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નુરીની સાર્વજનિક હોસ્પિટલ તેમજ વિજયભાઇ ભજગોતર, ફારૂકભાઇ મલીકના નેજા હેઠળ સારકો ગ્રુપના સહયોગથી ભારતના પ્રથમ સ્વતંત્ર સેનાની મૌલાના અબ્દુલ કલામ આઝાદના જન્મદિન નિમિતે એક સર્વે રોગ નિદાન કેમ્પનુ વેરાવળ શબાના હાઇસ્કૂલ ખાતે આવતી કાલે તા.11 ને રવિવારે સવારે 10-00 થી 12-00 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.
આ કેમ્પમાં તાવ, શરદી ઉધરસ, દમ, કફ, એલર્જી. ડાયાબીટીસ, બી. પી., ખાલી ચડવી, ગેસ(અપચો) પેટના દર્દો, થાઈરોડ, વાની અસર, છાતીનારોગ, હદય રોગ, સ્ત્રીઓને લગતા રોગો, ચામડીના રોગો, હાડકા, કાન-નાખ તેમજ દાંતને લગતા રોગોનું નિષ્ણાત ડોક્ટરો દ્વારા ફ્રી નિદાન કરી દવા આપવામાં આવશે
જેથી વેરાવળ સોમનાથ વિસ્તારના દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા ફારૂકભાઇ મલીકની એક યાદીમાં જણાવેલ છે.