ભાવનગરમાં વૃઘ્ધજન સન્માન સમારોહ યોજાશે

ભાવનગર તા.10
શિશુવિહાર સંસ્થાના પ્રમુખ ડો. નિર્મળબેન વકીલ પરિવારના ઉપક્રમે તા. 14ને વૃઘ્ધજન સન્માન યોજાશે. વર્ષ 1992 થી પ્રારંભાએલ વડીલ વંદના અંતર્ગત 4011 થી વધુ વૃઘ્ધોનું અભિવાદન કરવામાં આવેલ છે.
છેલ્લા 26 વર્ષથી શિશુવિહાર સંસ્થામાં ચાલતા વૃઘ્ધજન સન્માન સમારોહ સાથે પ્રતિવર્ષ ભાવનગર શહેરના વિશિષ્ટ મહાનુભાવોનું પણ અભિવાદન કરવામાં આવે છે. જે અંતર્ગત તા. 14ને યોેજાનાર કાર્યક્રમમાં ભાવનગર બુધસભાના પાંચ વરિષ્ટ કવિ-કવયિત્રિઓ રતિલાલ એમ. બોરીસાગર, ડો. નટુભાઇ પંડયા, જયેશભાઇ ઠકકર, પરિમલાબેન રાવળ, નિર્મળભાઇ ભટ્ટ, કોકીલાબેન પંડયાની પરિચય પુસ્તિકા સાથે તેમનું ટ્રોફી એનાયત કરી એનાયત કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવનાર છે.
ભાવનગરના સાહિત્ય વારસાને ઉજાગર કરનાર અને બુધસભાના સ્થાપક પ્રાઘ્યાયક તખ્તસિંહજીભાઇ પરમારના શતાબ્દી વર્ષ સાથે ભાવનગરના આગણે યોજતા વડીલ વંદના કાર્યક્રમમાં ગુજરાતના પ્રથમ પંકિતના સાહિત્ય કાર રતિલાલ બોરીસાગર તથા અમેરીકા સ્થિત ભરતભાઇ વકીલ ઉ5સ્થિત રહીને વડીલોનું અભિવાદન કરશે.