BSFના જવાનોના શૌર્યથી દેશવાસી શાંતિથી સૂઇ શકે છે: મુખ્યમંત્રી

  • BSFના જવાનોના શૌર્યથી દેશવાસી શાંતિથી સૂઇ શકે છે: મુખ્યમંત્રી
    BSFના જવાનોના શૌર્યથી દેશવાસી શાંતિથી સૂઇ શકે છે: મુખ્યમંત્રી

નડાબેટ તા. 7
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દિવાળી પર્વ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ નજીક આવેલ ભારત પાકિસ્તાન બોર્ડર પર બીએસએફના જવાનો સાથે મનાવ્યું હતું અને આ જવાનો ને દિપાવલી શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી દિવાળી ની સવારે બનાસ કાંઠા ના સરહદી વિસ્તાર નડાબેટ પહોંચ્યા હતા.
પ્રારંભમાં બીએસએફના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્યમંત્રીએ ભક્તિભાવપૂર્વક નડેશ્વરી માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી.
મીડિયા સાથેની વાતચીત માં મુખ્યમંત્રીએ જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિવાળી પ્રસંગે બીએસએફના જવાનોને મળી શુભેચ્છા આપવાની પ્રણાલિકા શરૂ કરી છે તે તેમણે પણ નિભાવી છે .
બીએસએફ જવાનોના અજોડ સાહસ, શૌર્ય અને વિરતાના લીધે સીમાઓ સુરક્ષિત છે અને દેશ વાસીઓ શાંતિ થી સુઈ શકે છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.
બોર્ડર પર સુરક્ષા જવાનો સાથે મુલાકાત લેવાથી તેમની મુશ્કેલીઓ જાણી તેને હલ કરી શકાય છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે જવાનો માટે બોર્ડર પર પીવાનું સ્વચ્છ પાણી, મોબાઇલ નેટવર્ક માટે ટાવર વગેરે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
રણ ના આ પ્રદેશ માં ધૂળ અને માટી ઊડતી રહેતી હોય છે તેવા સંજોગો માં જવાનો ની આંખો ની રક્ષા માટે ખાસ પ્રકાર ના ગોગલ્સ ચશ્મા પુરા આપવા પણ જણાવ્યું હતું. સરહદના આ સંત્રીઓ માટે પાણી પહોંચાડવા પાઇપ લાઈન .. કુલર તેમજ પાકા રસ્તા ની સુવિધાઓ રાજ્ય સરકારે પુરી પાડી છે તેની ભૂમિકા તેમણે આપી હતી.
વિજય ભાઈ રૂપાણી એ દેશની આ ગુજરાત સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી સંવેદનશીલ સરહદ છે ત્યારે દિવસ રાત પહેરો ભરીને દેશ ની નિગેહબાની કરતા બી એસ એફ ના જવાનો ની સુવિધા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ કરશે તેમ પણ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે સીમા દર્શન કાર્યક્રમથી દેશવાસીઓ બોર્ડર વિસ્તારની મુલાકાત લઇ બીએસએફના જવાનો કઠિન પરિસ્થિતિમાં પણ દેશ માટે કેવી રીતે ઉત્તમ ફરજ બજાવે છે તે નજરે નિહાળી શકે છે. સીમાદર્શન કાર્યક્રમથી લોકોમાં રાષ્ટ્રપ્રેમના ગુણો પણ સારી રીતે કેળવાય છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે દિવાળી જેવા પર્વે પણ બીએસએફના જવાનો તેમના પરિવારથી દૂર ફરજ પર હોય છે ત્યારે તેમને મળીને પારિવારિક માહોલ અને આનંદ ની લાગણી
થાય છે. મુખ્યમંત્રી સાથે આ
વેળાએ મુખ્યમંત્રી ના મુખ્ય
અગ્ર સચિવ કૈલાસ નાથન. બી એસ એફ ના આઈ.જી જી એસ મલિક શ્રીમતી અંજલિ બહેન રૂપાણી પણ જોડાયા હતા.