US મિડટર્મ ચુંટણી: ટ્રમ્પને ઝટકો, ડેમોક્રેટસનો કબ્જા

  • US મિડટર્મ ચુંટણી: ટ્રમ્પને ઝટકો, ડેમોક્રેટસનો કબ્જા
    US મિડટર્મ ચુંટણી: ટ્રમ્પને ઝટકો, ડેમોક્રેટસનો કબ્જા

વોશિંગ્ટન, તા.7
અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામોએ રાજકીય સમીકરણો બદલી નાખ્યાં છે. અત્યાર સુધી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની બંને ગૃહમાં બહુમતી હતી પણ નીચલાં ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ડેમોક્રેટ્સે ફરી બહુમતી હાંસલ કરીને કબજો જમાવ્યો છે જ્યારે ઉપલાં ગૃહ સેનેટમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ બહુમતી જાળવી રાખી છે. નીચલાં ગૃહમાં ડેમોક્રેટ્સની બહુમતીથી ટ્રમ્પ સામે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. યુએસ પ્રમુખની ચૂંટણીમાં રશિયાની દખલગીરીની તપાસ આગળ વધી શકે છે અને તેમની સામે મહાભિયોગ ચલાવવાનો રસ્તો ખૂલી શકે છે. ડેમોેક્રેટ્સ હવે તેમના આવકવેરાનાં રિટર્ન તપાસવા માગશે, જોકે વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે સેનેટમાં રિપબ્લિક્ધસની બહુમતીથી ટ્રમ્પના એજન્ડામાં કોઈ ફેરફાર થશે નહીં.
ડેમોેક્રેટ્સે રિપબ્લિક્ધસ પાસેની 23 સીટો જીતી લીધી હતી, જેમાં વોશિંગ્ટન ડીસી, ફિલાડેલ્ફિયા, કેન્સાસ સિટી અને મિયામીનો સમાવેશ થાય છે. હેલ્થકેર અને ઇમિગ્રેશનના મુદ્દા મતદારા માટે મુખ્ય મુદ્દા રહ્યા હતા. મતદારોનો ઝોક મિશ્ર રહ્યો હતો, જોકે ટ્રમ્પે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં બહુમતી ગુમાવતાં તેમનાં એકચક્રી શાસન પર લગામ લાગશે તેવું રાજકીય પંડિતોનું માનવું છે. નેવાડા અને એરિઝોનાનાં પરિણામો હજી આવવાનાં બાકી હતાં પણ તેનાથી અન્ય પરિણામો પર મોટો ફરક પડશે નહીં.
ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યાનાં 2 વર્ષમાં જ તેમના પક્ષે પીછેહઠ અનુભવવી પડી છે. આ પરિણામો યુએસમાં સત્તાનું સંતુલન સ્થાપી શકે છે, કારણ કે 2016ની ચૂંટણી પછી સંસદનાં બંને ગૃહમાં ટ્રમ્પની જીત થઈ હતી કોઈપણ કાયદો પાસ કરાવવામાં કોઈ તેમને રોકી શકે તેમ ન હતું, હવે નીચલાં ગૃહમાં ડેમોક્રેટ્સનો દબદબો સર્જાતાં ટ્રમ્પ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. આ મધ્યસત્ર ચૂંટણી ટ્રમ્પ માટે ટેસ્ટ સમાન હતી, જેેમાં પરિણામોને ટ્રમ્પ વિરુદ્ધનો જનમત માનવામાં આવે છે.