વધુ 5 ઓપિનિયન પોલમાં પણ NDAને બહુમતીનું તારણ

  • વધુ 5 ઓપિનિયન પોલમાં પણ NDAને બહુમતીનું તારણ
    વધુ 5 ઓપિનિયન પોલમાં પણ NDAને બહુમતીનું તારણ

પુલવામા હુમલા 
બાદની એર સ્ટ્રાઈક પછી મોદીનો સ્ટ્રાઈક રેટ વધ્યો
નવીદિલ્હી તા,10
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પહેલા સામે આવેલા 4 ઓપિનિયન પોલ્સના સરેરાશ પરિણામ જણાવે છે કે, સત્તાધારી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) આ વખતે પણ બહુમતી મેળવી શકે છે. ઉલ્લેખનીય વાત એ છે કે નોકરીઓ અને કૃષિ મૂલ્યોની સરખામણીમાં આ વખતે ફોકસ રાષ્ટ્રીય સુરક્ષા પર છે. મહાપોલ મુજબ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાનીવાળી ગઠબંધન સંસદની 543 બેઠકોમાંથી 273 બેઠકો જીતી શકે છે, જે સરકાર બનાવવા માટે જરૂરી જાદુઈ આંકડાથી એક વધારે છે. ગત ચૂંટણીમાં આ ગઠબંધનને 330થી વધુ બેઠકો મળી હતી, જે ત્રણ દાયકામાં મળેલો સૌથી મોટો જનાધાર હતો.
ગત ચાર દિવસોમાં સર્વે જારી કરનારી મોટાભાગની પોલિંગ એજન્સીઓનું કહેવું છે કે, ફેબ્રુઆરીમાં પુલવામા આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાનોના શહીદ થયા બાદ પાકિસ્તાન સામે વધેલા તણાવથી મોદીનો જનાધાર ઘણો વધ્યો છે. સીવોટરએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ‘આજે ભારતમાં અમે કદાચ પહેલી વખત બેરોજગારી જેવા મુદ્દાની આગળ સુરક્ષાના મુદ્દાને હાવિ થતો જોયો છે.’ એજન્સીનું કહેવું છે કે, આજીવિકા અને આર્થિક હિતોના સંદર્ભમાં ભાજપ પોતાને લોકોની નજરમાં કોંગ્રેસથી વધુ સારો અને અલગ સાબિત નથી કરી શક્યો. જોકે, આતંકવાદ પર લગામ લગાવવા અને તેનો જવાબ આપવાની જ્યારે વાત આવે છે તો તે સ્પષ્ટ રીતે બંને વચ્ચે અંતર અનુભવાય છે.
સીવોટરના પોલ સૌથી ક્ધઝર્વેટિવ છે, જેણે સત્તાધારી એનડીએ ગઠબંધનને 267 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરી છે. તો, ટાઈમ્સ નાઉ-વીએમઆરના સર્વેએ સૌથી વધુ 279 બેઠકો જીતવાની વાત કહી છે. મહાપોલને જોઈએ તો મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની બેઠકો વધીને સરેરાશ રીતે 141 થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, 1.3 અબજની વસ્તીવાળા દેશમાં ચૂંટણી પહેલા થયેલા ઓપિનિયન પોલ્સમાં હજારો લોકોનો મત લેવાય છે અને આ પહેલા ઘણી વખત તે અવિશ્વાસપાત્ર પણ સાબિત થઈ ચૂક્યા છે. આ ખતે 90 કરોડ લોકો વોટ આપવા યોગ્ય છે. કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તે પાકિસ્તાન પર જવાબી એર સ્ટ્રાઈકનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યો છે. તેને બદલે મુખ્ય વિપક્ષી પાર્ટીએ નોકરીઓ, ખેડૂતોની સમસ્યા, મહિલાઓના સશક્તિકરણ જેવા ઘણા મામલાને પ્રાથમિકતાથી ઉઠાવ્યા છે.
જોકે, ભાજપ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર જોર-શોરથી આગળ વધી રહ્યો છે. પાર્ટીએ સોમવારે બહાર પાડેલા પોતાના સંકલ્પ પત્રમાં વચન આપ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના લોકોને દાયકાઓથી મળીને વિશેષાધિકારને તે ખતમ કરશે.
પીએમ મોદીએ દાવો કર્યો કે, તે પહેલેથી વધુ બેઠકો જીતને સત્તામાં પાછા આવશે, જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે, દેશના ગરીબ પરિવારોને 70 હજાર રૂપિયા વાર્ષિક આપવાના તેના પ્લાનથી તેને સત્તામાં પાછા આવવામાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ચૂંટણી સાત તબક્કામાં થશે અને આગામી ગુરુવારે પહેલા તબક્કા માટે મતદાન થશે. 23મી મેએ મત ગણતરી થશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. એજન્સીનું નામ એનડીએ યુપીએ અપક્ષો