અલ્પેશ ગજબની પોલિટિક્સ શીખી ગયા છે અને રમી રહ્યા છે: હાર્દિક પટેલ

  • અલ્પેશ ગજબની પોલિટિક્સ શીખી ગયા છે અને રમી રહ્યા છે: હાર્દિક પટેલ
    અલ્પેશ ગજબની પોલિટિક્સ શીખી ગયા છે અને રમી રહ્યા છે: હાર્દિક પટેલ

અમદાવાદ: હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોરના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અલ્પેશ ઠાકોર દ્વારા આજે લેવામાં આવેલો તેમનો આ નિર્ણય વ્યક્તિગત છે. અલ્પેશને કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધુ આપ્યું છે. થોડા ઓછા સમયમાં જ કોંગ્રેસ પાર્ટીએ અલ્પેશ ઠાકોરને અનેક જવાબદારીઓ પણ આપી છે.  અગાઉ પણ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ન છોડાવા માટે પત્રકાર પરિષદ યોજી હતી.

ભાજપ દ્વારા કોંગ્રેસમાં અંદરો અંદર ઝઘડો કરાવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલ્પેશને ઠાકોરને હું પણ સમજાવાનો પ્રયત્ન કરીશ. મે અલ્પેશ ઠાકોરને ફોન કર્યો પણ અલ્પેશ ઠાકોરે રીશીવ ક્યો નોહતો. વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે, અલ્પેશ ગજબની પોલિટિક્સ શીખી ગયો છે અને રમી રહ્યો છે.