અલ્પેશ ઠાકોરે લખેલા રાજીનામાનાં શબ્દો દુરભાગ્યપૂર્ણ: અમિત ચાવડા

  • અલ્પેશ ઠાકોરે લખેલા રાજીનામાનાં શબ્દો દુરભાગ્યપૂર્ણ: અમિત ચાવડા

ગાંધીનગર: અલ્પેશ ઠાકોરના રાજીનામા પત્રને લઇને પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું કે, અલ્પેશ ઠાકોરે રાજીનામાનો પત્ર જે લખ્યો અને પત્રકાર પરિષદમાં જે વાત કરી તે દુર્ભાગ્યપૂર્ણ છે. ઠાકોર સમાજ ખુબ સમજુ અને સારો સમાજ છે. અનેક રાજકીય વ્યક્તિને આ સમાજે નેતા બનાવ્યા છે. વિધાનસભા સુધી પહોચ્યા તેનું મુખ્ય કારણ ઠાકોર સમાજ જ છે. વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ પક્ષે તેમના પર વિશ્વાસ કર્યો અને તમને ટીકીટ આપી હતી. તેમના લોકોને ટીકીટ આપી અને ધારાસભ્ય બનાવ્યા હતા. 

બિહાર જેવા મોટા પ્રદેશના તેમને પ્રભારી બનાવ્યા છતા તેમણે પક્ષની વિચારધારાને સાથ નથી આપ્યો. તમામ કાર્યકરોએ પક્ષના નિર્ણયને અનુસરવા પડે છે. પક્ષમાં આપણે કહીએ એવું ક્યારેક શક્ય ન પણ બને. અલ્પેશ ઠાકોર સાથે પક્ષે પ્રોત્સાહન આપ્યું છે.  અલ્પેશ ઠાકોરે રાજીનામા પત્રમાં જે ભાષાનો ઉપયોગ કર્યો તે અયોગ્ય છે.