રાજીનામું આપ્યા બાદ અલ્પેશનું નિવેદન: 2022માં ગુજરાતનો નાથ ઠાકોરસેના આપશે

  • રાજીનામું આપ્યા બાદ અલ્પેશનું નિવેદન: 2022માં ગુજરાતનો નાથ ઠાકોરસેના આપશે

અમદાવાદ: ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આપાવામાં આવેલા અલ્ટિમેટમ બાદ 24 કલાકમાં જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના નિર્ણયને કારણે મોટી અસર થઇ શકે છે. અલ્પેશ ઠાકોરે પ્રેમ કોન્ફર્નસ કરીને જાણાકારી આપી હતી કે, તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપી રહ્યો મે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે.   અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી કે, મે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના એવા સમયમાં સમર્થન કર્યું છે. જ્યારે કોંગ્રેસને કોઇ સાથ નોહતું આપી રહ્યું. ગુજરાતમાં વિધાનસાભાની ચૂંટણીમાં જે ઠાકોર સેનાએ મદદ કરી જેના લીધે 43 ધારાસભ્યોને જીતાડવા મોટો ફાળો છે.