ધોની વગરની ટીમ ઈન્ડિયાની આજે વિન્ડીઝ સામે પ્રથમ T-20

  • ધોની વગરની ટીમ ઈન્ડિયાની આજે વિન્ડીઝ સામે પ્રથમ T-20
    ધોની વગરની ટીમ ઈન્ડિયાની આજે વિન્ડીઝ સામે પ્રથમ T-20

કોલકાતા, તા.3
ભારતીય ટીમ પ્રથમ વખત મહેન્દ્ર સિંહ ધોની વગર રવિવાર(4 નવેમ્બર)ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20 મેચ રમવા ઉતરશે. જોકે, કેપ્ટન કોહલીએ તેને ’ધોની યુગ’ની સમાપ્તી માનવાનો ઈનકાર કર્યો છે. બે વખત વિશ્વ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ટી20 ટીમમાંથી બહાર રાખવા અંગે એક અઠવાડિયા અગાઉ કોહલીએ જણાવ્યું હતું
કે, તે ભારતની રણનીતિનો
એક અભિન્ન અંગ છે. મુખ્ય પસંદગીકર્તા એમ.એસ.કે. પ્રસાદે પણ સ્પષ્ટતા કરી હતી કે, ધોની માટે ટી20ના દરવાજા બંધ થયા નથી. ઉલ્લેખનીય છે કે, દેશના પસંદગીકર્તાઓએ તેને મર્યાદિત ઓવરોના બે ફોર્મેટમાંથી એકમાંથી બહાર કરીને સંકેત આપી દીધો છે. શનિવારે (27 ઓક્ટબર) બીસીસીઆઈના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, "એક વાત નક્કી છે કે, ઓસ્ટ્રેલિયામાં 2020માં રમાનારા ટી20 વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોની નહીં રમે."
કેપ્ટન વિરાટ કોહલીને ત્રણ મેચમાં આરામ અપાયો છે. રોહિત શર્મા તેની ગેરહાજરીમાં ટી20 ટીમની આગેવાની કરશે.