‘તું પાર્ટીની બહુ ચિંતા કરે છે પણ તારું શરીર તો ઉતારતો નથી!’

  • ‘તું પાર્ટીની બહુ ચિંતા કરે છે પણ તારું શરીર તો ઉતારતો નથી!’
  • ‘તું પાર્ટીની બહુ ચિંતા કરે છે પણ તારું શરીર તો ઉતારતો નથી!’

રાજકોટ તા. 10
જુનાગઢ જતા પૂર્વે આજે રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદ રૈયાણી વિગેરેએ સ્વાગત કર્યું હતું.
એરપોર્ટ ઉપર વડાપ્રધાન ખુબ જ હળવા મુડમાં જણાયા હતા અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને હળવી ભાષામાં કોમેન્ટ કરી હતી કે, તું પાર્ટીની ચિંતા તો બહુ કરે છે પણ તારુ શરીર તો ઉતારતો નથી. વળતા જવાબમાં મિરાણીએ જણાવેલ કે, સાહેબ... આપનુ શરીરતો સરસ થઇ ગયુ છે, વળી વડાપ્રધાને મિરાણી ઉપર વળતો પ્રહાર કરતા જણાવેલ કે, હું તારી વાત કરુ છું ભાઇ... આ શરીર થોડું ઉતાર...!
આ દરમિયાન હળવી મજાકમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે પણ ઝંપલાવ્યું હતુ અને કમલેશ મિરાણી તરફ ઇશારો કરીને જણાવ્યું હતું કે, અમે તો આને અનેક વખત કહ્યું... પણ શરીર ઉતારતો જ નથી!
આ ચર્ચા દરમ્યાન વડાપ્રધાને રાજકોટ લોકસભા બેઠક અંગે ફકત એટલુ જ પુછયું હતુ કે, રાજકોટમાં શું છે? વળતા જવાબમાં શહેર ભાજપ પ્રમુખ મિરાણીએ જણાવેલ કે, સંપુર્ણ સેઇફ છે. 
આટલું સાંભળ્યા બાદ વડાપ્રધાન હેલીકોપ્ટર તરફ રવાના થઇ ગયા હતા. વડાપ્રધાનનાં રાજકોટ એરપોર્ટ ઉપર દસ મિનિટના રોકાણ દરમ્યાન જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી વગેરે અધિકારીઓ પણ હાજર 
રહ્યા હતાં.