ઇઝરાયલ ચૂંટણીમાં બેન્જામિન નેતન્યાહૂની પાર્ટીની રેકોર્ડબ્રેક જીત, 5મી વખત વડાપ્રધાન બનશે

  • ઇઝરાયલ ચૂંટણીમાં બેન્જામિન નેતન્યાહૂની પાર્ટીની રેકોર્ડબ્રેક જીત, 5મી વખત વડાપ્રધાન બનશે

 ઇઝરાયલમાં થયેલા જનરલ ઇલેક્શનમાં હાલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પાર્ટીને જીત મળી ગઇ છે. કાંટે કી ટક્કરવાળી ચૂંટણીમાં તેઓએ વામપંથી ગઠબંધનને હરાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 95 ટકાથી વધુ મતોની ગણતરી થઇ ગઇ છે, જેમાં નેતન્યાહૂને જીત મળી છે. આ ચૂંટણીમાં નેતન્યાહૂને સેવાનિવૃત્ત જનરલ બેની ગેંટ્સથી ટક્કર મળી રહી હતી. ગેંટ્સ બ્લૂ એન્ડ વ્હાઇટ ગઠબંધનના પ્રમુખ હતા. તેઓ સુરક્ષા મુદ્દાને પ્રમુખ બનાવીને સ્પષ્ટ રાજનીતિનો વાયદો કરી નેતન્યાહૂને પડકાર ફેંકી રહ્યા હતા.