સિવિલ હોસ્પિટલમાં મેલડીના માતાના મંદિરે ધુણતી દશાડાની મહિલાને 181ને સોંપાઈ

  • સિવિલ હોસ્પિટલમાં મેલડીના માતાના મંદિરે ધુણતી દશાડાની મહિલાને 181ને સોંપાઈ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલ કે.ટી.ચિલ્ડ્રન વોર્ડ સામે રાત્રે એક વાગ્યે  એક મહિલા મેલડી માતાજી ના મંદિર માં ધુણતી હોય જેથી ત્યાં લોકોના ટોળા એકઠા થયેલા હોય ફરજ પરના સિક્યોરિટી એજન્સીના સ્ટાફ દ્વારા આ મહિલાની પૂછપરછ કરતા તેને પોતાનું નામ રંગુબેન રિભાભાઈ ધમેચા હોવાનું અને પોતે મૂળ સુરેન્દ્રનગરના દશાડા તાલુકાના ફતેપુર ગામની હોવાનું તથા પતિએ કાઢી મૂકી હોવાથી રાજકોટ પહોંચી હોવાનું જણાવતા મોડી રાત્રે મહિલા એકલી હોય આ અંગે સિક્યોરિટી એજન્સી દ્વારા 181 મહિલા હેલ્પ લાઈનમાં જાણ કરતા મહિલા હેલ્પ લાઇનનો સ્ટાફ હોસ્પિટલ ખાતે આવી  આ મહિલાને સાથે લઈ ગયો હતો