હવે વોટ્સએપમાં જાહેરાતો દર્શાવાશે

  • હવે વોટ્સએપમાં જાહેરાતો દર્શાવાશે
    હવે વોટ્સએપમાં જાહેરાતો દર્શાવાશે

મુંબઈ, તા.3
ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઍપ ઠવફતિંફાામાં એક મોટો બદલાવ આવી રહ્યો છે. ફેસબુકના કમાણી વધારવાના પ્રયાસો હેઠળ હવે વોટ્સઍપ જાહેરાતો દેખાડવાની તૈયારીઓ કરી રહ્યું છે. મોબાઈલ મેસેજિંગ સેવાના ઉપાધ્યક્ષ ક્રિસ ડેનિયલે બુધવારે કહ્યું કે કંપની પોતાના જફિિીંંત ફીચરમાં જાહેરાતો બતાવશે. ડેનિયલે નવી દિલ્હીમાં કહ્યું કે અમે સ્ટેટસમાં જાહેરાતો નાંખવા જઈ રહ્યાં છે. કંપની માટે આ કમાણીનું પ્રાથમિક માધ્યમ હશે અને સાથે જ વ્યવસાયો માટે લોકો સુધી પહોંચાડવાનો મોકો પણ મળશે.
જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કરાયું કે કંપની આવું ક્યારથી શરૂ કરશે. તમને જણાવી દઈએ કે વોટ્સઍપના દુનિયાભરમાં 1.5 અબજ યુઝર્સ છે જ્યારે 25 કરોડથી વધારે ભારતમાં છે. આ પ્રથમ વખત હશે કે આ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસમાં લોકોને જાહેરાતો જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઠવફતિંફાાના જફિિીંંત ફીચરમાં યુઝર્સ ટેક્સ્ટ, ફોટો, વીડિયો અને એનિમેટેડ ૠઈંઋ ફાઈલો શેર કરી શકે છે જે 24 કલાક બાદ આપોઆપ ગાયબ થઈ જાય છે.
ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગની ઠવફતિંફાા દ્વારા કમાણી કરવાની યોજનાથી સોશ્યલ મીડિયા મેસેજિંગ સેવાના કેટલાંક કો-ફાઉન્ડર કંપનીથી છૂટાં પડી ગયા હતાં. જેમાંથી એક બ્રાયન એક્ટોને હાલમાં જ ફોર્બ્સને કહ્યું હતું કે ઝુકરબર્ગ મેસેજિંગ સેવાથી કમાણી કરવાની જલ્દીમાં છે જેના માટે એન્ક્રિપ્શન એક્ટિવિટીને પણ નબળી કરવાની કોશિશ થઈ રહી છે.
ઍક્ટોન કહ્યું હતું કે ટાર્ગેટેડ એડવર્ટાઇઝિંગ આપવાની તૈયારી થઈ રહી છે જે મને પસંદ નથી.