ધોની સારો ખેલાડી તેને T-20માં રમાડવાની જરૂર હતી: તેંડુલકર

  • ધોની સારો ખેલાડી તેને T-20માં રમાડવાની જરૂર હતી: તેંડુલકર
    ધોની સારો ખેલાડી તેને T-20માં રમાડવાની જરૂર હતી: તેંડુલકર

નવીદિલ્હી, તા.3
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ટી- 20 ટીમમાથી બહાર કરવાના પસંદગીકારોના નિર્ણય પર ક્રિકેટ જગત અસંતુષ્ટ બન્યું છે
અને મોટાભાગના ક્રિકેટરોએ પસંદગીકારોના આ નિર્ણય અયોગ્ય ઠેરવ્યો છે. પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેડુલકરે પસંદગીકારોના નિર્ણય પર આંગળી ઉઠાવતાં કહ્યું કે ધોની એક ખતરનાક ખેલાડી છે અને તે હજી ટી-20 માં જાળવી રાખવાની જરૂર હતી. સચિને કહ્યું કે પસંદગીકારો કેવા પ્રકારની માનસિકતાથી પીડાઈ રહ્યાં છે તેની મને ખબર નથી. ડ્રેસિંગ રૂમમા થતી વાતચીત સાંભળીને તેની પર અભિપ્રાય આપીને હું કોઈને પ્રભાવિત નથી કરવા માગતો. કેપ્ટન, કોચ અને પસંદગીકારોની વચ્ચે જે કંઈ પણ થતું હોય છે તે તેમની વચ્ચે જ રહેવું જોઈએ તેને બહાર લાવવાની કોઈ જરૂર નથી. ધોની ક્રિકેટના તમામ સ્વરૂપમાં ખતરનાક ખેલાડી છે.
ધોનીએ આટલા વર્ષોમાં ઘણી જવાબદારી લીધી છે.
મને હમેશાથી લાગી રહ્યું છે કે જે ખેલાડી લાંબા સમય સુધી રમે છે તેને ખબર હોય છે કે તેણે શું કરવાનું હોય છે. સચિને કહ્યું કે હું પણ આ પ્રોસેસનો એક હિસ્સો રહ્યો છું. ડ્રેસિંગ રૂમમાં થતી વાતચીત ત્યાં જ રહેવી જોઈએ. ધોની એક સારો ખેલાડી છે તેને હજુ ટી-20 માં રમાડવાની જરૂર હતી. સચિન કહે છે કે જે પણ નિર્ણય લેવાવો જોઈએ તે દેશહિતમાં હોવો જોઈએ.
ભારતના પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, ધોનીને અત્યારથી સાઈડલાઈન ન કરી શકાય. કોહલીને હજી ધોનીની જરૂર છે. આગામી વર્લ્ડકપમાં મેદાન ઉપર ફિલ્ડિંગ સેટ કરવામાં, બોલર્સ સાથે હિન્દીમાં વાત કરીને બોલિંગમાં સતત પરિવર્તન કરવામાં અને ખાસ કરીને ડેથ ઓવર્સમાં મજબૂત બેટિંગ કરવા માટે કોહલીને આજે પણ ધોનીની જરૂર છે. ધોનીનો અનુભવ કોહલીને ઘણો ઉપયોગી સાબિત થાય તેમ છે.