નવસારી : શ્રદ્ધાળુઓની પંચર પડેલી ગાડીને ટેન્કરે મારી ટક્કર, 6ના કમકમાટીભર્યા મોત

  • નવસારી : શ્રદ્ધાળુઓની પંચર પડેલી ગાડીને ટેન્કરે મારી ટક્કર, 6ના કમકમાટીભર્યા મોત

વલસાડ :ગુજરાતમાં અકસ્માતોની વણઝાર લાગેલી છે, નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર ધોળાપીપળા નજીક અકસ્માત ટેન્કરે ટેમ્પો ટ્રાવેલરને ટક્કર મારતા 6 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં 5 મહિલાઓ અને 1 પુરુષનું મોત નિપજ્યું છે. મૃતકો સુરતના હોવાનું જણાતા તેમના પરિવારોમાં દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. સુરતના વેસુગામની નંદિની-૩ સોસાયટીના રહીશો ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં મહારાષ્ટ્ર ખાતેના દહાણુના મહાલક્ષ્મી માતાજી અને વલસાડના રાબડા ગામે આવેલ વિશ્વમ્ભરી માતાજીના દર્શને ગયા હતા. જયાંથી દર્શન કરીને પરત પોતાના ઘરે ફરતી વખતે તેમના ટેમ્પો ટ્રાવેલ્સમાં પંચર પડ્યું હતું. તેથી ટેમ્પો ટ્રાવેલ્સના ચાલકે ગાડીને સાઈડમાં પાર્ક કરીને ટાયર બદલવાનું કામ ચાલુ કર્યું હતું. તે સમયે એક કાળમુખુ કન્ટેનરે આ ટેમ્પો ટ્રાવેલ્સને પાછળથી ટક્કર મારી હતી. જેમાં 6 લોકોના કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. જેમાં ૩ લોકોના ઘટના સ્થળે અને અન્ય ૩ લોકોના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. જ્યારે 5 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં 4 લોકોનો આબાદ બચાવ થયો હતો.