અલ્પેશ ઠાકોર બહાર હોવાથી કોંગ્રેસ છોડવા અંગે આવતીકાલે નિર્ણયઃ ધારાસભ્ય ધવલસિંહ

  • અલ્પેશ ઠાકોર બહાર હોવાથી કોંગ્રેસ છોડવા અંગે આવતીકાલે નિર્ણયઃ ધારાસભ્ય ધવલસિંહ

અમદાવાદઃ લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષપલટાની મોસમ ખીલી હતી, ત્યારે અલ્પેશ ઠાકોર ભાજપ સાથે સંપર્કમાં હતો. ત્યારબાદ તેણે મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. પરંતુ અલ્પેશ પોતાના માટે કેબિનેટ દરજ્જો અને સાથે આવનારા વધુ ત્રણ ધારાસભ્યો માટે પણ મંત્રીપદની જીદ પકડતાં ભાજપે આ સોદાબાજી ફોક કરી હતી. 9 એપ્રિલે ફરીવાર અલ્પેશ ભાજપમાં જોડાઈ રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઈ આજે કોંગ્રેસના ધારાસભ્ય અને અલ્પેશના વિશ્વાસુ ગણાતા ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હાલ ઠાકોરસેનાની કોર કમિટીની બેઠક યોજાઈ રહી છે અને અલ્પેશ હાલ બહાર હોવાથી આ અંગે આવતીકાલે નિર્ણય લઈશું.   આ દરમિયાન ધવલસિંહ ઝાલાએ વધુમાં ઉમેર્યું કે, આ માત્ર ચૂંટણી લક્ષી મુદ્દો નથી. મારા માટે સમાજ મહત્વનો છે, અલ્પેશ પોતાનો નહીં સમાજનો નિર્ણય લે છે. જો સમાજ કહેશે તો હું ધારાસભ્યપદેથી રાજીનામું આપી દઈશ. કોંગ્રેસ દ્વારા વારંવાર અપમાન થવાથી નિર્ણય લીધો છે,પણ ભાજપમાં જોડાવાના નથી.
વારંવાર ઠાકોર સેનાનું અપમાન થયું છે. ત્રણેય ધારાસભ્ય બેસીને નિર્ણય લેશે. નારાજગી હોઈ શકે છે પણ હાલ હું કોંગ્રેસમાં જ છું.