રાફેલ ડીલ પર મોદી સરકારને ઝાટકો, લીક થયેલી ફાઈલ પર સુપ્રીમ કોર્ટ ફરી સુનાવણી કરશે

  • રાફેલ ડીલ પર મોદી સરકારને ઝાટકો, લીક થયેલી ફાઈલ પર સુપ્રીમ કોર્ટ ફરી સુનાવણી કરશે

નવી દિલ્હીઃ રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટો ફટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ રાફેલ અંગે સુનાવણી કરવા માટે ફરી તૈયારી દાખવી છે. રાફેલ મામલે બુધવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની તમામ દલીલોને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે નિર્ણય લેતા કહ્યું કે, રાફેલ ડીલ મામલમાં અરજદારોએ ગુપ્ત દસ્તાવેજોની ખોટી રીતે લેવાયેલી કોપીના આધારે ફરી વિચારણાની અરજી પર સુનાવણી કરશે. કેન્દ્રએ કહ્યું હતું કે, વિશેષાધિકાર વાળા જે ગુપ્ત દસ્તાવેજોને ફરી વિચારણા માટે આધાર બનાવવામાં આવ્યા છે, તેને ઈન્ડિયન એવિડેન્સ એક્ટની કલમ 123 હેઠળ પુરાવા તરીકે માન્ય ગણવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે આ મુશ્કેલી પર 14 માર્ચના રોજ તેનો નિર્ણય સુરક્ષિત કર્યો હતો.