દરેક વ્યકિત પાસેથી કંઇક શિખવા જેવું: જેનીફર વિંગેટ

  • દરેક વ્યકિત પાસેથી કંઇક શિખવા જેવું: જેનીફર વિંગેટ
    દરેક વ્યકિત પાસેથી કંઇક શિખવા જેવું: જેનીફર વિંગેટ

રાજકોટ તા.3
મારો કોઇ રોલ મોડલ નથી પરંતુ કોઇ એક નહી પરંતુ
દરેક વ્યકિત પાસેથી કંઇકને
કંઇક શિખવાનું હોય જ છે.
અને હરહમુશ હું શિખતી જ
રહું છું.
એમ નાના પ્રધાની પ્રસિઘ્ધ અભિનેત્રી જેનીફર વિગેરેએ એક મુલાકાતમાં જણાવ્યું હતું.
રાજકોટ યાજ્ઞિક રોડ ખાતે સ્કેચર્સ સ્ટોર (ફુટવેરનો શો રૂમ) ને ખુલ્લો મુકતા અભિનેત્રી જેનીફર વિગેરેએ વધુમાં કહ્યું હતું કે આગામી સમયની કોઇ ફિલ્મ હાલ હાથ ઉપર નથી કે સાઇન કરી નથી. જો કે કોઇ સારી ફિલ્મની ઓફર આવેલ નથી.સારૂ પાત્ર હોય તો ભજવવાની પણ તૈયારી છે.
વધુમાં જેનીફરએ કહ્યું હતુ કે રાજકોટ ખુબ જ ગમ્યું છે. રાજકોટના લોકોએ આજે એક પ્રેમ આપ્યો છે. સ્વાગત કર્યુ છે. ખરે બપોરે તડકામાં જેનીફરનાં પ્રશંશકો મોટ સંખ્યામાં ઉમટી પડ્યા હતાં અને યાજ્ઞિક રોડ ઉપર જામ લાગી ગયો હતો.
તેણીએ એમ પણ જણાવ્યું હતુ કે રાજકોટ હજુ પણ વધુ એકવાર નહી પરંતુ જેટલી વખત મોકો મળશે એટલી વખત જરૂર આવીશ.
હાલમાં બહુમહિત ‘મી ટુ’ વિશે કંઇ પણ બોલવાનો જેનીફરએ ઇન્કાર કર્યો હતો અને મૌન જળવ્યું હતું.
અત્રેએ ઉલ્લેખનીય છે કે કલર્સ ટીવીનાં શો ‘બેપનાહ’ માં ઝોયા સિદ્દીકીના પાત્રમાં હાલ જેનીફર ચમકી રહી છે. 1ર વર્ષની ઉંમરે બાળ અભિનેત્રી તરીકે કારર્કિદીની શરૂઆત કરી હતી અને ‘રાજા કો રાની સે પ્લાર હો ગયા’ માં અભિનય કર્યો હતો તેણીએ અનેક એવોર્ડ મેળવેલ.