રેખાની જિદ્દી સાંસદગિરી!

  • રેખાની જિદ્દી સાંસદગિરી!
    રેખાની જિદ્દી સાંસદગિરી!

બેન્ડસ્ટેન્ડમાં ચંપાની સુગંધ ફેલાય એ માટે રાજ્યસભાનાં ભૂતપૂર્વ સંસદસભ્ય અને દિગ્ગજ અભિનેત્રી રેખાએ મક્કમ ભૂમિકા અપનાવી છે. મુંબઈનાં બેન્ડસ્ટેન્ડમાં ચંપાનાં ઝાડ લગાવવામાં આવશે તો જ સંસદસભ્યનિધિમાંથી પૈસા આપીશ તેવી મક્કમતા અભિનેત્રી રેખાએ વ્યક્ત કરી છે. રેખાના સંસદસભ્યનિધિમાંથી બેન્ડસ્ટેન્ડ પર 200 ચંપાનાં ઝાડ લગાવવામાં આવનાર છે. સેન્ટ્રલ પાર્કની જગ્યાના એક કિલોમીટરના પટ્ટાના સમુદ્રકિનારા પર અંદાજે 2 કરોડ 60 હજારનાં ચંપાના ઝાડ ઉગાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સંસદસભ્યનિધિમાંથી બે કરોડનાં ચંપાનાં ઝાડ લગાવવામાં આવે તેવો અભિનેત્રી રેખાનો આગ્રહ છે. માત્ર સ્થાનિક અને બાંદ્રા બેન્ડસ્ટેન્ડ રેસિડેન્શિયલ ટ્રસ્ટે આનો વિરોધ કર્યો છે. ઝાડ રોપ્યા પછી તેની વ્યવસ્થા માટે થનારો ખર્ચ કોણ કરશે તેનો જવાબ હજી અનુત્તર છે, જોકે 200 ચંપાનાં ઝાડ સમુદ્રકિનારે કેટલો સમય ટકી શકશે તેના પર પણ શંકા વ્યક્ત કરવામાં આવે છે.અહીં અન્ય સુશોભન પણ કરવામાં આવી શકે છે, પરંતુ જો અહીં ચંપાનાં ઝાડ ઉગાડવામાં આવે તો જ સંસદસભ્યનિધિમાંથી ફંડ આપીશ તેવી ભૂમિકા રેખાએ લીધી છે. સંસદસભ્યની ટર્મ પૂર્ણ થતાં બચેલા ફંડનો ઉપયોગ કરવા માટે રેખાએ નિર્ણય લીધો હોવાનું સમજાય છે.